કાપોદરાના પોલીસ વિરુધ્ધ ફરિયાદ નોંધવા હુકમના અનાદર બદલ ACPને કોર્ટનું તેડુ-સુરત

નીચલી કોર્ટના ઈન્કવાયરી  તથા ફરિયાદ નોંધવાના હુકમની સામે એસીપીએ રિવીઝન કરી છે પરંતુ સેશન્સ કોર્ટે હુકમ સ્થગિત કર્યો નથી ઃફરિયાદપક્ષ

કાપોદરા
નાના વરાછા પોલીસ મથકની કસ્ટડીમાં ખોટી રીતે ગોંધી રાખી માર મારવાના કેસમાં પાંચ
આરોપી પોલીસ કર્મચારીઓ વિરુધ્ધ ઈન્કવાયરી કરીને એફઆઈઆર નોંધવા જ્યુડીશ્યલ
મેજીસ્ટ્રેટ કોર્ટના હુકમનો અનાદર કરવાની કાર્યવાહી કરવાની માંગ કરતી અરજીના
અનુસંધાને કોર્ટે એસીપી ઈ ડીવીઝનને શો કોઝ નોટીસ ફટકારી જવાબ સાથે કોર્ટ સમક્ષ
હાજર થવા નિર્દેશ આપ્યો છે.

કાપોદરા
પોલીસ મથકમાં ફરજ બજાવતા પાંચ જેટલા પોલીસ કર્મચારીઓ દ્વારા લારીવાળાને હેરાન
પરેશાન કરતાં હોઈ ફરિયાદી શેલુભા તોગુભા ગોહિલ 
(રે.જલારામ સોસાયટી
,નાના વરાછા)ના પુત્ર નરદિપસિંહ ગોહીલે 
નાના ગરીબ માણસોને કેમ હેરાન કરો છો તેવું કહેતાં પોલીસ કર્મચારીઓ તેન ઢોર
માર મારી નાના વરાછા પોલીસ ચોકી પર લઈ જઈ માર માર્યો હતો.જેથી ભોગ બનનારના ફરિયાદી
પિતા શેલુભા ગોહિલે યશવંતસિંહ વાળા મારફતે કાપોદરા પોલીસમથકમાં પાંચ પોલીસ
કર્મચારીઓ દિલીપ  ડી રાઠોડ ઉર્ફે ડીડી
રાઠોડ
,સંજય કણજારીયા,જય,હરદિપસિંહ સહિત અન્ય વિરુધ્ધ કોર્ટમાં ધા નાખી ફરિયાદ દાખલ કરવા માંગ કરી
હતી.જેથી જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ કોર્ટે તમામ પોલીસ કર્મચારીઓ વિરુધ્ધ
સીઆરપીસી-156 (3) હેઠળ તપાસ હાથ ધરી એસીપી ઈ ડીવીઝનને 60 દિવસમાં રિપોર્ટ કરવા તથા
એફઆઈઆર નોંધવા હુકમ કર્યો હતો.

જો કે
નીચલી કોર્ટના હુકમ છતાં આરોપી પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ કોર્ટના હુકમ મુજબ કોઈ
ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ નહોતી.જેથી ફરિયાદી શેલુભાઈ ગોહિલે
એસીપી ઈ ડીવીઝન વિરુધ્ધ કોર્ટના હુકમનું પાલન કરવાને બદલે અનાદર કર્યો હોઈ અદાલતી
હુકમના તિરસ્કાર બદલ કાર્યવાહી હાથ ધરવા માંગ કરી હતી.જેની સુનાવણી બાદ કોર્ટે
એસીપી ઈ ડીવીઝનને શો કોઝ નોટીસ ફટકારી જવાબ માટે કોર્ટ સમક્ષ હાજર થવા નિર્દેશ
આપ્યો છે.

<

p class=”12News”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s