બેંકમાં નોકરી માટેની પરીક્ષા મિત્રને બેસાડી પાસ કરી, ટ્રેનિંગમાં જ ભાંડો ફુટી ગયો

– યુવાન યુકો બેંકની હેડ ઓફિસથી એપોઇન્ટમેન્ટ લેટર લઇ અડાજણની ઝોનલ કચેરીમાં હાજર થયા બાદ શંકાસ્પદ વર્તણૂંકથી ભોપાળું ખૂલ્યું

સુરત
બેંકમાં નોકરી માટે લેવામાં આવતી આઇબીપીએસની પરીક્ષામાં ડમી વિદ્યાર્થીની મદદથી ઉર્તીણ કરી કલકત્તા સ્થિત યુકો બેંકની હેડ ઓફિસમાંથી એપોઇન્ટમેન્ટ લેટર લઇ અડાજણ સ્થિત ઝોનલ ઓફિસમાં હાજર થવા આવનાર રાજસ્થાની યુવાનનો ટ્રેનીંગમાં જ ભાંડો ફૂટી ગયો હતો. જેને પગલે યુવાન અને તેના હમવતની સહિત ત્રણ વિરૂધ્ધ અડાજણ પોલીસમાં ઠગાઇની ફરીયાદ નોંધાય છે.
અડાજણ સ્ટાર બજાર નજીક રિધ્ધી સિધ્ધી શોપર્સમાં આવેલી યુકો બેંકની ઝોનલ ઓફિસના સિનીયર મેનેજર આશિષ અનિલકુમાર નાથ (ઉ.વ. 40 રહે. એ 201, નક્ષત્ર પ્લેટિનીયમ, પાલનપુર ગામ) એ રૂકમેસ મીના અને મનોજકુમાર રામસહાય મીના (રહે. મીના બસ્તી, તા. સપોતરા, જિ. કરૌલી, રાજસ્થાન) સહિત ત્રણ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે. તા. 26 જુલાઇએ મનોજ કલકત્તા સ્થિત યુકો બેંકની હેડ ઓફિસ દ્વારા આપવામાં આવેલો એપોઇન્ટમેન્ટ લેટર લઇ અડાજણ સ્થિત બેંકની ઝોનલ ઓફિસમાં હાજર થયો હતો. તે દરમિયાન મનોજે આઇબીપીએસ (ઇન્સ્ટીટ્યુટ ઓફ બેકિંગ પર્સોનલ સિલેક્શન) દ્વારા લેવામાં આવતી બેકીંગ પરીક્ષાના પ્રમાણપત્રો રજૂ કર્યા હતા અને તેને સચિન સ્થિત બ્રાંચમાં ટ્રેનીંગ માટે ફરજ સોંપવામાં આવી હતી. ટ્રેનીંગ અમદાવાદ સ્થિત યુકો ભવન દ્વારા આપવામાં આવી રહી હતી ત્યારે ટ્રેનીંગ સેન્ટરના પ્રિન્સીપલને શંકાસ્પદ વર્તુંણક જણાતા તપાસ કરવામાં આવી હતી. જેમાં પોતે આઇબીપીએસની પરીક્ષા ઉર્તીણ કરી શકે એમ નહીં હોવાથી તેના મિત્ર મિત્ર રૂકમેસ મીના (રહે. ભવરપુરા, તા. સપોતરા, જિ. કરૌલી, રાજસ્થાન) ને જાણ કરી હતી. રૂકમેસે ઓક્ટોબર 2020માં લેવાયેલી આઇબીપીએસની પરીક્ષામાં મનોજકુમાર મીનાની જગ્યા પર ડમી ઉમેદવાર બેસાડી પરીક્ષા ઉર્તીણ કરી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે મનોજની અટકાયત કરી પુછપરછ હાથ ધરી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s