બાયોડિઝલનો મીની મોબાઈલ પંપ : જ્યાં કહો ત્યાં જઈ ડિલિવરી કરતા બે ઝડપાયા


– ટ્રાવેલ્સવાળા તરફથી સૌથી વધુ ડિમાન્ડ : મહેન્દ્ર બોલેરોની પાછળની કેબીનમાં ડિજિટલ ડિસ્પેન્સર યુનિટ લગાવેલા બાયોડિઝલ ભરેલા બે ટાંકામાં 660 લિટર જથ્થો મળ્યો

– કતારગામમાં પ્રણામ પાર્કિંગમાં મૂળ અમરેલીના ગોપાલ મેવાડા, પ્રદીપ ગોંડલીયા ઝડપાયા, ભાગીદાર પરેશ રૂપાપરા ફરાર

સુરત, : સુરતના કતારગામ હાથી મંદિર રોડ પ્રણામ ટ્રાવેલ્સ પાર્કિંગમાં રેઈડ કરી બાયોડિઝલનો મીની મોબાઈલ પંપ બનાવી ટ્રાવેલ્સવાળા જ્યાં બોલાવે ત્યાં જઈ બાયોડિઝલ વેચતા મૂળ અમરેલીના બે ને સુરત એસઓજીએ ઝડપી પાડી બોલેરો કાર, તેમાં પાછળ બનાવેલી કેબીનમાં તૈયાર કરેલા મીની મોબાઈલ પંપ અને 660 લીટર બાયોડિઝલ મળી કુલ રૂ.4.51 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

એસઓજીના કોન્સ્ટેબલ દેવેન્દ્રદાન ગંભીરદાન અને સિકંદર બિસ્મિલ્લાને મળેલી બાતમીના આધારે ટીમે ગતરોજ કતારગામ હાથી મંદિર રોડ પ્રણામ ટ્રાવેલ્સ પાર્કિંગમાં રેઈડ કરી હતી. મૂળ અમરેલીના ધારીના વતની ગોપાલ મધાભાઇ મેવાડા ( ઉ.વ.33, રહે.બી-47, શ્યામનગર સોસાયટી વિભાગ 2, કામરેજ, સુરત ) અને પ્રદીપ પ્રભુદાસ ગોંડલીયા ( ઉ.વ.36, રહે.એફ-3/101, સૌરાષ્ટ્ર ટાઉનશીપ વિભાગ 1, પાસોદરા, સુરત ) ને ઝડપી લીધા હતા. તેમણે મહિન્દ્રા બોલેરો કારની પાછળ બનાવેલી કેબીનની જડતી લેતા તેમાં ડીજીટલ ડિસ્પેન્સર યુનિટ ( પંપ ) લગાવેલા બાયોડિઝલ ભરેલા બે ટાંકા ફીટ કરેલો મીની મોબાઈલ પંપ મળ્યો હતો. બંને ટાંકામાંથી 660 લીટર બાયોડિઝલ, ડીજીટલ ડિસ્પેન્સર યુનિટ, બોલેરો કાર મળી કુલ રૂ.4,51,500 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

એસઓજીએ તેમના ભાગીદાર પરેશ રૂપાપરાને વોન્ટેડ જાહેર કરી તેઓ બાયોડિઝલનો જથ્થો ક્યાંથી લાવતા હતા? ધંધામાં તેમની સાથે અન્ય કોણ સંકળાયેલું છે? તેની તપાસ શરૂ કરી છે. આ અંગે સિંગણપોર પોલીસ મથકમાં વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.

20 દિવસ પહેલા પુરવઠા વિભાગે રેડ કરતા વેચાણ બંધ થયું તે જગ્યા ભાડે લઈ 10 દિવસ પહેલા ગોરખધંધો શરૂ કર્યો

બંનેની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે કતારગામ વડલાવાળા બસ પાર્કિંગમાં પુરવઠા વિભાગે 20 દિવસ અગાઉ રેઈડ કરતા ત્યાં બાયોડિઝલનું વેચાણ બંધ થયું હતું. આથી તક મળતા બંનેએ ભાગીદાર પરેશ રૂપાપરા ( રહે. વરાછા, સુરત ) સાથે ભાગીદારીમાં પાર્કિંગની આ જગ્યા 10 દિવસ અગાઉ જ ભાડે રાખી પાંચ દિવસ અગાઉ જ બાયોડિઝલનો ગોરખધંધો શરૂ કર્યો હતો.

હાલ ભાવ વધુ છે, રૂ.5 નફો ઉમેરી રૂ.75માં વેચતો હતો

હાલ ડિઝલના ભાવ વધુ હોય ટ્રાવેલ્સવાળા બાયોડિઝલ વધુ પુરાવતા હોય તેમણે વધુ વેચાણ કરી વધુ નફો મેળવવા બોલેરોમાં મીની મોબાઈલ પંપ બનાવી ટ્રાવેલ્સવાળા જ્યાં બોલાવે ત્યાં મોબાઈલ મીની મોબાઈલ પંપ લઈ જઈ માત્ર રૂ.5 નફો ઉમેરી રૂ.75 માં બાયોડિઝલ વેચવા માંડયું હતું.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s