ફ્રેન્ડસને અંગત ફોટો મોકલનાર માટે લાલબત્તી સમાન કિસ્સો: પરિણીતાએ ઇન્સ્ટાગ્રામ પર મોકલેલા અંગત ફોટો ફ્રેન્ડે પતિને મોકલી આપ્યા


– પરિણીતાએ મિત્રનું આઇડી બ્લોક કરી દેતા અકળાયો, ફેક આઇડી બનાવી પતિને ફોલો રીક્વેસ્ટ બાદ ફોટો મોકલાવ્યા

સુરત
પાંડેસરા-બમરોલી રોડ વિસ્તારમાં રહેતી પરિણીતાએ ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડને મોકલાવેલા પોતાના બિભત્સ ફોટો તેના પતિને મોકલાવી બદનામ કરનાર અજાણ્યા આઇડી ધારક વિરૂધ્ધ પાંડેસરા પોલીસમાં ફરીયાદ નોંધાય છે.
પાંડેસરા-બમરોલી રોડ પર રહેતી પરિણીતા સુનીધી (ઉ.વ. 30 નામ બદલ્યું છે) ના ઇન્સ્ટાગ્રામ આઇડી પર ડિસેમ્બર 2019 માં હર્ષીલ તળાવીયા નામન આઇડી ધારકની ફોલો રીકવેસ્ટ આવી હતી. સુનીધીએ રીકવેસ્ટ એક્સેપ્ટ કર્યા બાદ તેઓ મેસેજ પર વાતચીત કરતા હતા અને આ દરમિયાન સુનીધીએ પોતાના કેટલાક બિભત્સ ફોટો પણ હર્ષીલને મોકલાવ્યા હતા. પરંતુ નવેમ્બર 2020માં સુનીધીએ હર્ષીલને બ્લોક કરી દીધો હતો. દરમિયાનમાં જુલાઇ 2021માં સુનીધીના પતિ સુરેશ (નામ બદલ્યું છે) પર અવની713 નામના અજાણ્યા આઇડી પરથી ફોલો રીક્વેસ્ટ આવી હતી. સુરેશે આ રીક્વેસ્ટ એક્સેપ્ટ કરી હતી અને તેણે સુનીધીના કેટલાક બિભત્સ ફોટો મોકલાવ્યા હતા. જેથી સુરેશે આ ફોટો સુનીધીને બતાવતા તે ચોંકી ગઇ હતી. સુનીધીએ જે ફોટા હર્ષીલને મોકલાવ્યા હતા તે જ ફોટો અવની713 નામના આઇડી પરથી પતિ સુરેશને મોકલાવ્યા હતા. જેથી સુરેશે અવની713 આઇડીને બ્લોક કરી દીધું હતું પરંતુ આઇડી ધારકે પોતાનું નામ બદલી હાલમાં અવી199813 કરી દીધું હતું. જેને પગલે સુનીધીએ આ આઇડી ધારક વિરૂધ્ધ આઇટી એક્ટ હેઠળ પાંડેસરા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s