14 વર્ષની તરૃણીનું અપહરણ કરી ગેંગરેપ કરનાર ત્રણ યુવાનને 14 વર્ષની સખ્તકેદ-સુરત

બારડોલી વિસ્તારની તરૃણી બળજબરીથી રીક્ષામાં ઉઠાવી ગયા હતાઃ તરૃણીને વીકટીમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ રૃા.7.50 લાખ વળતર ચૂકવવા ભલામણ

આજથી
ત્રણેક વર્ષ પહેલાં બારડોલી પોલીસ મથકની હદ વિસ્તારની તરૃણીને બળજબરીથી રિક્ષામાં
બેસાડીને એકથી વધુ વાર ગેંગરેપ ગુજારવાનાર ત્રણ આરોપી લવરમૂછીયાઓને આજે રેપ કેસોની
ખાસ અદાલતના 10 માં એડીશ્નલ સેશન્સ જજ અમૃત્ત એચ.ધમાણીએ તમામ ગુનામાં દોષી ઠેરવી
ગેંગરેપના ગુનામાં ત્રણેય આરોપીઓને 14 વર્ષની સખ્તકેદ
,રૃ.5 હજાર દંડ તથા દંડ
ન ભરે તો વધુ બે વર્ષની સાદી કેદની સજા ફટકારી છે.જ્યારે ભોગ બનનારને વીકટીમ
કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ રૃ.7.50 લાખ વળતર ચુકવવા કોર્ટે ભલામણ કરતો નિર્દેશ આપ્યો
છે.

બારડોલી
વિસ્તારમાં રહેતી 14 વર્ષ તથા 11 માસની વય ધરાવતી તરૃણી તા.26-4-2018ના રોજ રાત્રે 8.30  વાગ્યે એન.એમ.પાર્કમાં કુરકુરે લઈને ઘરે પરત ફરતી હતી.જે દરમિયાન 20 વર્ષીય
આરોપી નરેશ ઉર્ફે અજય ધર્મા જાવરે (રે.ગોવિંદ નગર સોસાયટી
, બારડોલી)એ પોતાની
રિક્ષા લઈને ચાલ તને ઘરે મુકી દઉં એમ કહીને બળજબરીથી રિક્ષામાં બેસાડી  અપહરણ કરી ગયો હતો.આરોપી નરેશે બારડોલીની મદીના
માર્કેટમાં લઈ જઈ ગેરકાયદે ગોંધી રાખીને ભોગ બનનાર તરૃણી સાથે બળાત્કાર ગુજાર્યો
હતો.ત્યારબાદ 22 વર્ષીય સહ આરોપી છોટુ પ્રશાંત મુડી(રે.પાકીઝા શોપીંગ સેન્ટર
,બારડોલી) તથા 19 વર્ષીય આકાશ અંબુ રાઠોડ (રે.માંગી ફળિયું બારડોલી)એ પણ
એકથી વધુવાર ભોગ બનનાર સાથે ગેંગરેપ ગુજાર્યો હતો.જેથી ભોગ બનનારના વાલીએ ત્રણેય
આરોપીઓ વિરુધ્ધ પોતાની સગીર પુત્રીને અપહરણ કરીને બળજબરીથી ગેંગરેપ ગુજારી પોક્સો
એક્ટના ભંગ અંગે બારડોલી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

જેથી
સુરતની રેપ કેસોની ખાસ અદાલત સમક્ષ આ કેસના ત્રણેય આરોપીઓ વિરુધ્ધ જુલાઈ-2018માં
ચાર્જશીટ રજુ થયા બાદ કેસ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જે દરમિયાન ફરિયાદપક્ષે
એપીપી રાજેશ ડોબરીયાએ જણાવ્યું હતું કે આરોપીઓએ કુમળી વયની બાળકી સાથે ગેંગરેપ
જેવો ગંભીર પ્રકારનો ગુનો આચર્યો છે.જે ભોગ બનનારના શરીર જ નહીં માનસ પર પણ ખરાબ
અસર પહોંચાડી ભાવિ જીવનને અંધકારમય બનાવી દે છે. સુનાવણી બાદ કોર્ટે આરોપીઓને તમામ
ગુનામાં દોષી ઠેરવી તમામ ગુનામાં મહત્તમ કેદની સજા તથા દંડ ફટકારતો હુકમ કર્યો
છે.ફોજદારી કાયદા હેઠળ કોર્ટે મહત્તમ સજા ફટકારી હોઈ પોક્સો એક્ટના ભંગ બદલ કોર્ટે
અલગથી સજા ન કરી હોવાનું જણાવ્યું છે.

ગેંગરેપ
જેવા અધમ ગુનાઈત કૃત્ય બદલ આરોપીઓ દયાને પાત્ર નથીઃકોર્ટ

   બારડોલી
વિસ્તારની તરૃણીને વર્ષ-2018ના રોજ બળજબરીથી રિક્ષામાં બેસાડી ગેરકાયદે ગોંધી
રાખીને ગેંગરેપ ગુજારવાના કારસામાં સંડોવાયેલા બારડોલીના ત્રણ લવર મૂછીયા આરોપી
યુવાનોની સજામાં રહેમની ભીખને આજે કોર્ટે નકારી કાઢી હતી.કોર્ટે જણાવ્યું હતું કે
આરોપીઓએ કુમળી વયની બાળકીને પોતાની જાતીયવૃત્તિ સંતોષવા શિકાર બનાવી અધમ કૃત્ય કરી
માનવતાની તમામ સીમા ઓળંગી છે.સગીર વયની બાળકી કે બાળકો સાથે પોતાની
જાતીયવૃત્તિ  સંતોષવી એ પ્રકારની અધમતા
રાક્ષસી વૃત્તિ હોઈ તેને વખોડવા શબ્દો પણ ઓછા પડે છે.દિલ્હીના નિર્ભયાના કેસ બાદ
સ્ત્રીઓની સલામતી માટે કાયદામાં સુધારા કરવામાં આવ્યા છે.તેમ છતાં આ પ્રકારના ગુના
સમાજમાં વધતા જતાં હોઈ આવી ગુનાખોરીને ડામવા આરોપીઓ પ્રત્યે દયા કે કુણું વલણ
દાખવી શકાય નહીં.

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s