સુરત: સિટીલાઈટમા બિલ્ડિંગના કમ્પાઉન્ડમા રમી રહેલા કાપડ વેપારીના પુત્રને કારે અડફેટે લેતા મોતને ભેટ્યો


– સાડાત્રણ વર્ષના બાળકના મોત બાદ તેના પરિવારે આંખનું દાન કર્યું

સુરત,તા.20 ઓગષ્ટ 2021,શુક્રવાર

સિટીલાઇટ ખાતે આવેલી રેસિડેન્સીના કમ્પાઉન્ડમા ગુરૂવારે મોડી સાંજે કાપડ વેપારીનો રમી રહેલા માસુમ પુત્રને એક અજાણ્યો કાર ચાલકે અડફેટે લેતા મોતને ભેટ્યો હતો.

જોકે માસૂમને કચડીને ભાગી જનાર કાર ચાલને શોધવા માટે પોલીસે સીસી ટીવી સહિતના આધારે કવાયત શરૂ કરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ સિટીલાઇટ ખાતેના સૂર્યપ્રકાશ રેસિડેન્સીમાં રહેતા સંદીપભાઈ શુશીલ જૈન સાડા ત્રણ વર્ષની પુત્ર સંવર ગુરૂવાર સાંજે પોતાના ભાઈ બહેન અને બિલ્ડિંગના અન્ય ત્રણ-ચાર છોકરાઓ સાથે રમી રહ્યો હતો. ત્યારે એક સફેદ કલરની કારનો ચાલક માસુમ સંવરને કચડીને ફરાર થઇ ગયો હતો. માસુમ ગંભીર ઈજા થતાં અન્ય બાળકો ચિચિયારીઓ પાડી હતી અને ગભરાઈ ગયા હતા જેથી ત્યાં આજુબાજુના લોકો અને તેના પરિવારના સભ્યો ત્યાં તરત દોડી આવ્યા હતા. સ્થળ પરના દ્રશ્યો જોઈ તેઓ ચોકી ગયા હતા. બાળકને ગંભીર ઈજા થતા મોતને ભેટ્યો હતો.

નોંધનીય છે કે માસુમ બાળકના મોતને પગલે માતા પિતા સહીત પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. તેમજ સમાજના લોકો અને બિલ્ડિંગના રહીશો પણ શોકમાં ડૂબી ગયા હતા. ઉંમરા પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી કરીને બાળકળના મૃતદેહને નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા.  પરિવારજનો દ્વારા માસુમ સંવરના આંખોનું પણ દાન કરવામા આવ્યું હતું. જ્યારે સંદીપ જૈન મૂળ રાજસ્થાનના અજમેરના નયા બજારના વતની છે. તેમની રિંગ રોડની અભિષેક માર્કેટમાં સાડીઓની દુકાન છે. સંવરનો એક ભાઈ  અને એક બહેન છે. આ અંગે ઉમરા પોલીસે હાલમાં અજાણ્યા સફેદ કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s