સુરત નવી સિવિલમા ઉજવાયો રક્ષાબંધનનો તહેવાર


– નર્સિગ સટાફ દ્વારા રાખડી બાંધી દર્દીઓની તંદુરસ્તી માટે કરાઈ પ્રાર્થના

– નર્સિગ એસોસિયેશન દ્વારા સતત ૨૫માં વર્ષે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી

સુરત,તા.20 ઓગષ્ટ 2021,શુક્રવાર

ભાઈ બહેનના પવિત્ર પર્વ એટલે રક્ષાબંધન.રક્ષાબંધનના પાવન પર્વ પર બહેનો પોતાના ભાઈને રાખી બાંધી તેમના લાંબા આયુષ્ય અને હમેશા તંદુરસ્તી અને રક્ષણ માટેની કામનાઓ કરતી હોય છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવી સિવિલ હોસ્પિટલમાં ખાતે કોરોનાની મહામારીમાં ખડે પગે સેવા આપનાર નર્સિંગ સ્ટાફ અને દિવ્યાંગ તરૂણીએ દર્દીઓને રાખડી બાંધી જલ્દી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરી હતી.

સુરત નવી સિવિલ હોસ્પિટલના નર્સિગ એસોસિયેશન દ્વારા 25માં વર્ષે રક્ષાબંધનની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. કોરોના મહામારી સામે દિવસ-રાત ખડે પગે રહી દર્દીઓની સેવા કરનારા કોરોના વોરિયર્સનો જુસ્સો બુલંદ રહે અને તેવો સુરક્ષિત રહે તેવા ઉમદા હેતુ ભાઈ-બહેન અતુટ પ્રેમ સમા એવા રક્ષાબંધનના તહેવારની ઉજવણી નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી કરવામાં આવી હતી. મહિલા ધારાસભ્ય, દિવ્યાંગ હેની સંધવી અને નર્સિંગ સ્ટાફે નવી સિવિલ ખાતે ડોક્ટરો, સફાઈ કર્મચારીઓ, ઓકિસજન પ્લાન્ટ પર કાર્ય કરતા કર્મયોગીઓ તથા દર્દીઓ સહિતના ભાઈઓને રક્ષાસૂત્ર રાખડી બાંધીને પર્વની યાદગાર ઉજવણી કરી હતી. જ્યારે તેઓએ વિવિધ વોર્ડમાં દાખલ દર્દીઓને રાખડી બાંધીને તેમની સલામતી અને જલ્દી સાજા થાય તેમજ તેમના સુખમય અને આરોગ્યપ્રદ જીવનની મંગલકારી પ્રાર્થના પણ કરી હતી. એવું ગુજરાત નર્સિંગ કાઉન્સીલ ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા જણાવ્યું હતું.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s