સુરત: અફઘાનિસ્તાન તાલિબાનીઓના હુમલા બાદ ડ્રાય ફ્રૂટ્સના ભાવોમાં વધારો

સુરત,તા.20 ઓગષ્ટ 2021,શુક્રવાર

હાલમાં સમગ્ર દેશ અને વિશ્વ અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓ દ્વારા કરવામાં આવેલા આતંક થી હચમચી ઉઠ્યું છે .જે રીતે તાલિબાનો અફઘાનિસ્તાન પર કબ્જો કર્યો તે જોતાં સમગ્ર વિશ્વ ચિંતામાં છે . અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ કબ્જો જમાવી લીધો છે. અફઘાનિસ્તાનના લોકો ડરના માર્યા હિજરત કરી રહ્યા છે. ભારતનો અફઘાનિસ્તાન સાથે ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધ છે. બંને દેશોના વ્યાપારિક સંબંધો પણ ખુબ જુના છે. ભારત અફઘાનિસ્તાનનો નેચરલ ટ્રેડિંગ પાર્ટનર છે અને દક્ષિણ એશિયામાં અફઘાનિસ્તાનના ઉત્પાદનોનું સૌથી મોટું બજાર છે. જોકે અફઘાનિસ્તાની હાલતના કારણે ડ્રાયફ્રૂટમાં મોટા પાયે ભાવ વધારો થયો છે.

તાલિબાનોના અફઘાનિસ્તાન પર કરવામાં આવેલા કબજાના કારણે ઘણા વેપાર ઉદ્યોગ ધંધાને નુકશાન થયું છે.તો બીજી તરફ ડ્રાય ફ્રૂટના ભાવોમાં પણ વધારો થયો છે. બદામની આયાત અમેરિકાથી કરવામાં આવે છે. પરંતુ અફઘાનિસ્તાનમાં તાલિબાનોના આતંક બાદ હાલ સુકામેવાના ભાવમાં 20 ટકાનો ભાવવધારો થયો છે. અફઘાનિસ્ણાતાનમાંથી પિસ્તા, બદામ, અંજીર, અખરોટ, કીસમીસ જેવા ડ્રાયફ્રુટ મંગાવવામાં આવે છે. છેલ્લા પંદર દિવસથી અફઘાનિસ્તાનમાંથી આયાત થઇ શકી નથી. જેના કારણે બજારમાં સુકામેવાની અછત પણ સર્જાઈ છે. આગામી દિવસોમાં તહેવારો પણ શરૂ થવા જઈ રહ્યા છે.

આ અંગે સુરતના ડ્રાયફ્રૂટના વેપારીનું કહેવું છે કે અફઘાનિસ્તામાં મચેલ ઉથલપાથલને કારણે સૂકા મેવાની આયાત બંધ થઇ ગઈ છે. જેના કારણે આખા ભારતમાં ડ્રાયફ્રૂટના ભાવમાં ધરખમ વધારો થયો છે. અફઘાનિસ્તાન 500થી વધુ વેપારીઓ છે. પરંતુ તાલિબાનોના કબ્જા બાદ તેઓ વેપાર ઘર બધું છોડી પરિવાર સાથે હિજરત કરી રહ્યા છે. અનેક વેપારીઓ બોર્ડર પર હિજરત માટે આવી પહોંચ્યા છે. હાલ 35 થી 40 ટકા ભાવ વધ્યા છે. જો પરિસ્થિતિ કાબુમાં નહીં આવે તો હજી 20 ટકા ભાવ આગામી સમયમાં વધી શકે છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s