સુરતમાં વિવિધ યોજના હેઠળ 77 હજારથી વધુ આવાસ બન્યાઃ હજી 13 હજાર બની રહ્યાં છે


– સુરતમાં જે.એન.યુ.આર.એમ. યોજના હેઠળ સૌથી વધુ 46856 આવાસ બન્યા

સુરત,તા.20 ઓગષ્ટ 2021,શુક્રવાર

સુરતને ઝીરો સ્લમ સાથે સાથે ઘર વિહોણાને ઘર આપવાની વિવિધ  યોજના હેઠળ સુરત મ્યુનિ. વિસ્તારમાં અત્યાર સુધીમાં ૭૭૪૫૩ આવાસનું નિર્માણ થઈ ગયું છે. જ્યારે હજી 13091 આવાસ વિવિધ યોજના હેઠળ બની રહ્યા છે. સુરતમાં સરકારી આવાસ મેળવવા માટે લોકોમાં ભારે પડાપડી જોવા મળે છે. શહેરમાં હાલ 8279 આવાસ બન્યા છે તેના ડ્રો પહેલાં 58 હજારથી વધુ લોકો ફોર્મ લઈ ગયાં છે.

સુરતમાં એક સમય એવો હતો કે જ્યાં પાલિકા વિવિધ યોજના હેઠળ આવાસ બનાવતી હતી ત્યારે આવાસ કરતાં ફોર્મ ભરનારાઓની સંખ્યા ઓછી હતી. પરંતુ  છેલ્લા કેટલાક વખતથી પાલિકાએ પ્રાઈમ લોકેશન સાથે સારા બાંધકામવાળા આવાસ બનાવ્યા છે તેના કારણે સુરતમાં સરકારી આવાસ લેવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે. હાલ પાલિકાએ શહેરના જુદા જુદા વિસ્તારામં 8279 આવાસ બનાવ્યા છે તેના ડ્રો માટે ફોર્મ વેચવાનું શરૂ ક્રર્યું  છે. આ ફોર્મ વિતરણની કામગીરી 19 સપ્ટેમબર સુધી ચાલશે તે પહેલાં જ આવાસ મેળવવા માટે લોકો ફોર્મ લેવા લાઈનમાં ઉભા રહે છે. સુરત મ્યુનિ.ના 8279 આવાસ લેવા માટે અત્યાર સુધીમાં 58 હજારથી વધુ લોકો ફોર્મ લઈ ગયાં છે. બેન્કમાં ફોર્મ માટે લાંબી લાઈન લાગ્યા બાદ પાલિકાએ સીટી સિવિક સેન્ટર પરથી પણ ફોર્મ વિતરણની કામગીરી શરૂ કરી છે.

સુરતના ભાજપ શાસકો અત્યાર સુધી કોંગ્રેસ પર આક્ષેપ  કરતાં હતા પરંતુ સુરત મ્યુનિ. વિસ્તારમાં સૌથી વધુ આવાસ કોંગ્રેસની કેન્દ્ર સરકારે જાહેર કરેલી જે.એન.યુ.આર.એમ. યોજના હઠળ બન્યા છે. સુરતમાં અત્યાર સુધીમાં 77453 આવાસ બન્યા છે તેના 60 ટકા કરતાં પણ વધુ આવાસ એટલે 46856 આવાસ જે,એન,યુ.આર.એમ. યોજના હેઠળ બન્યા છે. જોકે, તે સમયે આપેલા કોન્ટ્રાક્ટમાં પાલિકાની બેદરકારીના કારણે હજી પણ સંખ્યાબંધ આવાસ બિન ઉપયોગી બન્યા છે તે પણ હકીકત છે.

સુરત મ્યુનિ. વિસ્તારમાં 77453 આવાસ બન્યા છે એન હજી પણ વિવિધ યોજના હેઠળ 13091 આવાસ નિર્માણ પામી રહ્યાં છે અને આ આવાસ લેવા માટે લોકો ફોર્મ લેવા માટે લાઈન લગાવી રહ્યાં છે.

કઈ યોજના હેઠળ કેટલા આવાસ બન્યા?

યોજના                                   આવાસની સંખ્યા

ઈડબ્યુએસ                                 7424

વામ્બે                                         372

એલ.આઈ.જી.                                 113

જે.એન.યુ.આર.એમ.                   46856

મુખ્યમંત્રી આવાસ યોજના                 7821

પ્રધાનમંત્રી આવાસ યોજના               14057

કુલ                                                 77543Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s