રીંગરોડ ફ્લાયઓવરનો ઉપરનો ભાગ તા.21થી 29 ઓગસ્ટ સુધી બંધ


ગર્ડર
મુકવાની કામગીરીને લીધે ફાલસાવાડી પાસેથી ચઢ-ઉતર બંધઃ સહરાદરવાજા પાસેના ડાઉન રેમ્પ
ચાલુ રહેશે

સુરત,

સુરતના રીંગરોડ અને સુરત બારડોલી
રોડને જોડતાં રેલ્વે ઓવર બ્રિજની કામગીરીના કારણે 
21થી 29 ઓગષ્ટ દરમિયાન રીંગરોડ ફ્લાય ઓવર બ્રિજના ઉપરના ભાગે વાહન વ્યવહાર પર
પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. રીંગરોડ ફ્લાય ઓવર માટે ઓવર બ્રિજના અપ અને ડાઉન રેમ્પનો
ઉપયોગ કરવાનો રહેશે.

સુરત શહેરની ટ્રાફિક સમસ્યા ઘટાડવા
માટે સુરત મુંબઈ વેસ્ટન રેલ્વે લાઈન પર સહારા દરવાજા રેલ્વે ગરનાળા ઉપરથી સુરત બારડોલી
રોડના કરણીમાતા જંકશનને જોડતા ફ્લાય ઓવર બ્રિજની કામગીરી થઈ રહી છે. આ બ્રિજની કામગીરી
માટે હાલ સહારા દરવાજા તરફ 16.700 મીટરની ઉંચાઈના પીલર પર કમ્પોઝીટ સ્ટીલ ગર્ડર મુકવાની
કામગીરી કરવાાં આવશે. આ કામગીરી દરમિયાન સલામતીને ધ્યાને રાખીને ડો. બાબા સાહંબ આંબેડકર
રીંગરોડ ફ્લાય ઓવર બ્રિજના ઉપરના ભાગે ફાલસાવાડી તરફ જતાં અને આવતાં વાહનો પર મ્યુનિ.
તંત્રએ એક જાહેરનામા થકી પ્રતિબંધ ફરમાવ્યો છે. આ દિવસો દરમિયાન રેલ્વે સ્ટેશન, ફાલસા
વાડી તરફથી આવતાં વાહનોએ  તથા રેલ્વે સ્ટેશન
ફાલસા વાડી તરફ જતાં વાહનોએ સહારા દરવાજા બ્રિજના અપ અને ડાઉન રેમ્પનો ઉપયોગ કરવાનો
રહેશે.

<

p class=”12News” style=”text-align:justify;”>પાલિકા 21 ઓગષ્ટથી 29 ઓગષ્ટ દરમિયાન
રીંગરોડ ફ્લાય ઓવર બ્રિજના ઉપરના રોડને બંધ કરી રહી છે તેથી આ દિવસો દરમિયાન રીંગરોડ
વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યામાં વધારો થશે. આ કામગીરી વહેલી પુરી કરવા માટે પાલિકા
તંત્રનું આયોજન છે પરંતુ જ્યાં સુધી કામગીરી ન પુરી થાય ત્યાં સુધી આ વિસ્તારમાં ટ્રાફિકની
સમસ્યા વધવાની હોવાથી સ્ટેશન તરફ જવા માટે અન્ય રસ્તાનો ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં
આવી છે. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s