પુણામાંથી ઓનલાઈન જુગાર રમતા સટોડીયા સહિત વેપારીની ધરપકડ

– પોલીસે રાજકોટના યુવાને હારજીતના હિસાબના આંગડીયા દ્વારા મોકલેલા રૂ.2 લાખ કબજે લીધા

– જામજોધપુરનો બ્રીજેશ અને રાજકોટનો મેહુલ વોન્ટેડ

સુરત, : પુણા પોલીસે શુભમ એવન્યુ ડી.આર.વર્લ્ડની સામેથી અગાઉ પણ ઝડપાયેલા સટોડીયાને ઝડપી પાડી તેની પાસેથી આઈડી પાસવર્ડ મેળવી મોબાઈલ ફોનમાં સટ્ટો રમતા એક વેપારીને પણ સીતાનગર ચોકડી ખાતે બ્રિજ નીચેથી ઝડપી લીધો હતો. સટોડીયાની પુછપરછના આધારે પુણા પોલીસે રાજકોટમાં ઓનલાઈન જુગાર રમતા યુવાને હારજીતના હિસાબના આંગડીયામાં મોકલેલા રૂ.2 લાખ કબજે કરી આઈડી પાસવર્ડ આપતા મુખ્ય સૂત્રધાર જામજોધપુરના બ્રીજેશ ઉર્ફે કાનો સુદામા અને રાજકોટના યુવાનને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ પીએસઆઈ પી.કે.રાઠોડને મળેલી બાતમીના આધારે પુણા પોલીસે ગત સવારે શુભમ એવન્યુ ડી.આર.વર્લ્ડની સામેથી અગાઉ બે વખત વરાછા પોલીસના હાથે ઓનલાઇન જુગાર રમતા-રમાડતા અને જુગાર રમતા ઝડપાયેલા સટોડીયા નિલેશ ઉર્ફે બી.કે. મનસુખભાઈ રૂપારેલીયા ( ઉ.વ.45, રહે. ઘર નં.403/બી, શુભમ એવન્યુ ડી.આર.વર્લ્ડની સામે, આઈમાતા રોડ, પુણા, સુરત ) ને ઝડપી લીધો હતો. જોકે, પોલીસને તેના મોબાઈલ ફોનમાંથી સટ્ટો રમતો હોય તેવી કોઈ એપ નહીં મળતા તે અંગે જાણવા જોગ નોંધ કરી તેની પુછપરછના વરાછા મીનીબાજર ડાયમંડ વર્લ્ડ સ્થિત પી.એમ. આંગડીયા પેઢીમાં રાજકોટના મેહુલ પરમારે હારજીતના હિસાબના મોકલેલા રૂ.1,99,800 પણ કબજે કર્યા હતા. નિલેશ ઉર્ફે બી.કેની વધુ પુછપરછ કરતા તેણે ઓનલાઈન સટ્ટો રમવા આઈડી પાસવર્ડ બ્રીજેશ ઉર્ફે કાનો સુદામા પાસેથી મેળવી આપતો હોવાની કબૂલાત કરી હતી.

પોલીસે નિલેશને પૂછ્યું હતું કે તેણે કોને કોને આઈડી પાસવર્ડ આપ્યા છે? ત્યારે તેણે આપેલી હકીકતના આધારે પોલીસે બાદમાં સાંજે સીતાનગર ચોકડી ખાતે બ્રિજ નીચેથી પોતાના મોબાઈલ ફોનમાં ઓનલાઇન સટ્ટો રમતા વેપારી હિરેન બળવંતરાય પંડયા ( ઉ.વ.37, રહે.ઘર નં.60, રામક્રુપા સોસાયટી, રચના સોસાયટીની સામે, કાપોદ્રા, સુરત ) ને ઝડપી લીધો હતો. પોલીસને તેના મોબાઈલ ફોનમાં રૂ.1,19,561 નું બેલેન્સ પણ મળ્યું હતું. પોલીસે નિલેશ ઉર્ફે બી.કે અને હિરેન પંડયા પાસેથી બે મોબાઈલ ફોન અને આંગડીયા પેઢીમાં આવેલા પૈસા મળી કુલ રૂ.2,10,300 નો મુદ્દામાલ કબજે કરી આઈડી પાસવર્ડ આપતા મુખ્ય સૂત્રધાર જામજોધપુરના બ્રીજેશ ઉર્ફે કાનો સુદામા અને રાજકોટના યુવાન મેહુલ પરમારને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


ઓનલાઇન સટ્ટાના મોટા નાણાંકીય વ્યવહારો આંગડીયા મારફતે જયારે નાના વ્યવહારો સ્થાનિક દુકાનદારો મારફતે

પોલીસે વધુ તપાસ હાથ ધરતા ખુલાસો થયો હતો કે ઓનલાઇન સટ્ટાના મોટા નાણાંકીય વ્યવહારો આંગડીયા મારફતે કરવામાં આવે છે. ચોક્કસ દિવસો બાદ ખાસ કરીને સોમવારે હિસાબ કરી આ રકમ ચોક્કસ આંગડીયા મારફતે મોકલવામાં આવે છે. જયારે આઈડી પાસવર્ડ રૂ.5 હજારથી રૂ.50 હજારમાં વેચતા હોય તે માટેના નાના વ્યવહારો કેટલાક સ્થાનિક દુકાનદારો જેમકે પાનના ગલ્લા, ડેરીના માલિકો મારફતે થાય છે.

નિલેશને આંગડીયામાંથી પૈસા લેવા ફોન આવતા તે ભેરવાયો

લાંબા સમયથી ઓનલાઈન સટ્ટો રમતા-રમાડતા સટોડીયાઓ હવે પોલીસ પકડે ત્યારે તેમની એપ આપમેળે બંધ થઈ જાય કે નજરે ચઢે નહીં તેવી ગોઠવણ કરી રાખે છે. પુણા પોલીસે ગત સવારે તેને પકડયો ત્યારે પોલીસને તેના મોબાઈલમાં સટ્ટાની કોઈ એપ મળી નહોતી. પરંતુ પોલીસ તેના વિરુદ્ધ જાણવા જોગ નોંધ કરી કાર્યવાહી કરતી હતી ત્યારે બપોરે 1.49 કલાકે તેના મોબાઈલ ફોન પર પી.એમ.આંગડીયા પેઢીમાંથી ફોન આવ્યો હતો કે રાજકોટથી મેહુલ ઉર્ફે લાલાએ મોકલેલું આંગડીયું આવ્યું છે, તે લઈ જાવ. આથી પોલીસે તેની પુછપરછ કરતા તેણે બધી કબૂલાત કરી હતી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s