નહેર કમાન્ડ એરિયામાં વરસાદથી 1.20 લાખ હેકટર જમીનમાં પાકને જીવતદાન

– ડાબા
અને જમણાં કાંઠા નહેર કમાન્ડ વિસ્તારમાં
24 કલાકમાં 2120 મી.મી (સરેરાશ 1.73 ઇંચ) વરસાદ

          સુરત

ઉકાઇ
ડેમમાંથી નિકળતી ડાબા અને જમણા કાંઠા નહેરના કમાન્ડ એરીયામાં આવેલા ૪૯ રેઇન સ્ટેશનોમાં
વિતેલા ૨૪ કલાકમાં ૨૧૨૦ મિ.મિ અને સરેરાશ ૧.૭૩ ઇંચ વરસાદી પાણી પડવાની સાથે જ ખેતરો
પાણીથી તરબોળ થઇ જતા સુરત જિલ્લામાં વાવેતર ૧.૨૦ લાખ હેકટર સહિત દક્ષિણ ગુજરાતમાં લાખ્ખો
હેકટર જમીનમાં વાવેતર ડાંગર
,
શાકભાજી, કઠોર, સોયાબીન સહિતના
પાકોને જીવનદાન મળતા ખેડુતોમાં ખુશી છવાઇ ઉઠી છે.

આ વર્ષે
ચોમાસાની ઋતુમાં છેલ્લા એક મહિનાથી મેઘરાજા એવા શાંત રહ્યા હતા કે ખેતરોમાં વાવેતર
ડાંગર સહિતના ખરીફ પાકને પાણીની મુશ્કેલી સર્જાશે તેવી સ્થિતિ બની રહી હતી. તો
બીજી બાજુ ઉકાઇ ડેમના કેચમેન્ટમાં પણ વરસાદ બંધ રહેતા બન્ને બાજુથી પાણી નહીં
મળવાની આશાથી ખેડુતોની હાલત કફોડી થઇ જવા પામી હતી. ખાસ કરીને ડાંગરના પાક માટે દર
પંદર દિવસે પાણીની જરૃર પડતી હોવાથી ખેડુતો પાક લેવાશે કે નહીં
? તેની ચિંતા થવા લાગી
હતી. પરંતુ બુધવારથી મેઘરાજાએ જે મહેર વરસાવાની શરૃઆત કરી તેને લઇને ખેડુતોના
જીવમાં જીવ આવ્યો છે.

ઉકાઇ ડેમના
ડાબા અને જમણાં આ બન્ને કાંઠાની નહેર સુરત
,
નવસારી, વલસાડ, તાપી,
ડાંગ  અને ભરૃચ જિલ્લાના ખેતરો
સુધી વિસ્તરેલી છે. અને આ નહેરો દ્વારા સિંચાઇના પાણી મળે છે. દરમ્યાન ગઇકાલ બુધવારથી
દેમાર વરસાદ શરૃ થયો છે. તે વરસાદના પગલે ડાબા અને જમણા કાંઠા ના કમાન્ડ એરીયામાં કુલ
૪૯ રેઇનગેજ સ્ટેશન આવ્યા છે. આ તમામ રેઇનગેજ સ્ટેશનમાં કુલ ૨૧૨૦ મિ.મિ અને સરેરાશ ૧.૭૩
ઇંચ વરસાદી પાણી પડયુ હતુ. આ વરસાદના કારણે સુરત જિલ્લામાં ૧.૨૦ લાખ હેકટર સહિત દક્ષિણ
ગુજરાતમાં લાખો હેકટર જમીનમાં વાવેતર ડાંગર સહિતના પાકને જીવનદાન મળ્યુ છે. જેના કારણે
ખેડુતોમાં ખુશીની લહેર દોડી છે. ખેત નિષ્ણાતોના જણાવ્યા મુજબ એક જ દિવસના વરસાદે ખાસ
કરીને ડાંગરના પાકને જીવનદાન આપ્યુ છે.

ડાબા અને
જમણા કાંઠા નહેરના કમાન્ડ એરીયાનો વરસાદ

રેઇનગેજ સ્ટેશન       (ઇંચ)

બારડોલી      ૪.૦

કામરેજ  ૪.૦

ચલથાણ       ૪.૦

મહુવા   ૩.૫

પલસાણા      ૩.૫

તડકેશ્વર ૩.૦

વધઇ    ૩.૦

આહવા  ૩.૦

રેઇનગેજ સ્ટેશન       (ઇંચ)

ચીખલી ૨.૫

કીમ     ૨.૫

વ્યારા   ૨.૫

સાપુતારા      ૨.૫

વલસાડ ૨.૦

કડોદ    ૨.૦

નવસારી       ૨.૦

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s