દ. ગુજરાતમાં સાંબેલાધાર વરસાદઃ વલસાડના પારડીમાં 6.1 ઇંચ

– નવસારી, સુરત, ડાંગ, તાપી જિલ્લામાં 5.7 ઇંચ
સુધી વરસાદઃ ડાંગમાં
16 માર્ગોના કોઝવે પાણીમાં

        સુરત

સુરત
સહિત દક્ષિણ ગુજરાતમાં સતત બીજા દિવસે સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ વલસાડ
જિલ્લાના પારડીમાં ૬.૧ ઇંચ વરસાદ ખાબક્યો હતો. કેટલાક વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાઇ
ગયા હતા. જ્યારે ડાંગ જિલ્લામાં ૧૬ માર્ગો પરના કોઝવે પર પાણી ફરી વળતા વાહનવ્યવહાર
બંધ કરાયો છે.

ભારે થી
અતિભારે વરસાદની આગાહી વચ્ચે વલસાડ જિલ્લામાં મેઘરાજાનું જોર વધ્યું હતું.
મોગરાવાડી અને છીપવાડ ગરનાળા તેમજ અબ્રામા વિસ્તારની સોસાયટીના ઘરોમાં પાણી ભરાઇ
ગયા હતા. જિલ્લામાં  સરેરાશ ૪.૫ ઇચ વરસાદ
નોંધાયો હતો.

ડાંગ
જિલ્લામાં નદીઓ બે કાંઠે વહેતી થતા ૧૬ માર્ગોના કોઝવે પર પાણી ફરી વળતા લોકોને
વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા તાકીદ કરાઇ છે. નવસારીમાં ૪ ઇંચ સુધી વરસાદને પગલે
ખેડૂતોએ રાહત અનુભવી છે.

તાપી
જિલ્લામાં વ્યારા અને ડોલવણમાં સૌથી વધુ ૩.૫ ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે સુરત
જિલ્લાના પલસાણા
, ઉમરપાડા તાલુકામાં બે ઇંચ સહિત તમામ તાલુકાઓમાં અડધા ઇંચથી વધુ વરસાદ
નોંધાયો હતો. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ફરી ચોમાસું જામ્યું હોય તેવો માહોલ છે. જોકે
,
તેને લીધે રોજીંદા જીવનને અસર પહોંચી છે.

દક્ષિણ
ગુજરાતમાં વરસાદ (ઇંચમાં)

વલસાડ
જિલ્લો

પારડી ૬.૧

વલસાડ       ૫.૭

વાપી  ૫.૬

ધરમપુર       ૪.૦

કપરાડા        ૨.૭

ઉમરગામ      ૨.૬

નવસારી
જિલ્લો

ખેરગામ       ૪.૦

ચીખલી        ૩.૨

વાંસદા ૩.૧

નવસારી       ૩.૦

જલાલપોર    ૨.૬

ગણદેવી       ૨.૫

તાપી
જિલ્લો

વ્યારા  ૩.૫

ડોલવણ       ૩.૫

વાલોડ ૨.૪

સોનગઢ       ૨.૩

ડાંગ
જિલ્લો

વઘઇ  ૪.૫

સાપુતારા      ૪.૦

આહવા ૨.૬

સુબીર ૧.૪

સુરત
જિલ્લો

પલસાણા      ૨.૦

ઉમરપાડા     ૨.૦

માંગરોળ      ૧.૫

માંડવી ૧.૫

મહુવા  ૧.૦

સંઘપ્રદેશ

<

p class=”12News”>દમણ  ૧.૦

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s