સુરતમાં ગત વર્ષની સરખામણીમાં વધુ ઘરાકીઃ આ વર્ષે બહેનો ભાઈને રાખડી બાંધવા ઉતાવળી બની


ત્રીજી લહેર ભુલીને સુરતીઓ કરશે રક્ષાબંધનની ઉજવણી

સુરતના રાખડી બજારમાં ઘરાકી નિકળતાં વેપારીઓને રાહત

(પ્રતિનિધિ દ્વારા)        સુરત,ગુરૃવાર

કોરોનાની ત્રીજી લહેરની ભીતી ભુલીને સુરતીઓ આ વખતે રક્ષા બંધનના તહેવારની ઉજવણી કરવા માટે ઉતાવળા બન્યા છે તેના કારણે સુરતના રાખડી બજારમાં ઘરાકી નિકળતાં રાખડીના વેપારીઓ ખુશ થઈ ગયાં છે. ગત વર્ષની સરખામણીમાં રાખડી બજારમાં ડબલ ઘરાકી નિકળતાં મંદીમાં અટવાયેલા વેપારીઓને રાહત થઈ છે. સુરતના રાખડી બજારમાં રક્ષા બંધન પહેલાં ઘરાકી નિકળતા વેપારીઓને હાશકારો થયો છે.

ગત વર્ષે રક્ષા બંધન વખતે કોરોના સંક્રમણ વધુ હોવાથી મોટા ભાગની બહેનોએ ભાઈઓને રાખડી કુરીયર કરીને રક્ષાબંધનની ઉજવણી કરી હતી. આ વર્ષે પણ કોરોનાની ત્રીજી લહેરની આગાહી થઈ રહી છે પરંતુ સુરતીઓ હવે કોરોનાને ભુલીને તહેવારની ઉજવણી કરે તેવો માહોલ જોવા મળી રહ્યો છે. ગત વર્ષે કોરોના સંક્રમણના કારણે રાખડીનો ધંધો લગભગ પડી ભાંગ્યો હતો અને માંડ ઘરાકી નિકળી હતી. આ વર્ષે ત્રીજી લહેરની આગાહી હોવાથી ર ાખડી બનાવનારાઓએ મર્યાદિત સ્ટોકમાં રાખડી બનાવી હતી પણ આ વખતે ઘરાકી નિકળી છે.

રાખડીનું વેચાણ કરનારા પ્રજ્ઞોશ ઠક્કર કહે છે, આ વર્ષે પણ ગત વર્ષની જેમ રાખડીનો ધંધો જામે નહીં તેવું લાગતું હતું તેની સાથે રાખડી બનાવનારાઓએ પણ નવી વેરાઈટી ઓછી બનાવી હતી. પરંતુ હાલ રક્ષાબંધન પહેલાં રાખડી બજારમાં ઘરાકી નિકળી છે જે ગત વર્ષની સરખામણીમાં ડબલ જેટલી છે. ગત વર્ષે મોટા ભાગના વેપારીઓને રાખડીના ધંધામાં ખોટ ગઈ હતી કે માંડ થોડો નફો થયો હતો. પરતં તે ખોટ આ વખતે ભરપાઈ થઈ જેશે તેવું લાગી રહ્યું છે. ગત વર્ષે રાખડીના કુરીયર થયાં હતા પરંતુ આ વખતે બહેન ભાઈના હાથમાં રાખડી બાંધશે તેથી ઘરાકીમાં વધારો થયો છે.

રાખડીનું વેચાણ કરનારા રાજુભાઈ કહે છે,  સુરતમાં હાલ કેસમાં ઘટાડો થઈ રહ્યો છે તેની સાથે રાજકીય રેલીઓ પણ થઈ રહી છે તેથી લોકોને હવે ત્રીજી લહેરનો ડર રહ્યો નથી. લોકો કોરોના ભુલીન તહેવારની ઉજવણી કરવા માટે ઉતાવળા બન્યા છે. ગત વર્ષે રાખડીના વેપારીઓની હાલત કફોડી હતી અને મંદીમાં ફસાયા હતા પરંતુ આ વર્ષે ઘરાકી નિકળતાં વેપારીઓને હાશકારો થયો છે. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s