પાડોશી યુવાને કાપડ વેપારીની પત્નીની લાજ લેવા પ્રયાસ કરી હાથમાં હથોડી મારી


મહિના અગાઉ થયેલા ઝઘડાની અદાવતમાં દિવાલ કૂદી ઘરની બહાર બેસેલી મહિલા પર હુમલો કરતા બે આંગળીમાં ફ્રેક્ચર થયું

( પ્રતિનિધિ દ્વારા ) સુરત, ગુરુવાર

સુરતના ગોડાદરા દેવધ ગામમાં રહેતા કાપડ વેપારીની પત્નીની પાડોશી યુવાને મહિના અગાઉ થયેલા ઝઘડાની અદાવતમાં લાજ લેવા પ્રયાસ કરી હાથમાં હથોડી મારતા મહિલાને બે આંગળીમાં ફ્રેક્ચર થયું હતું.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ગોડાદરા દેવધ ગામ ખાતે રહેતા કાપડ વેપારીની 36 વર્ષીય પત્ની નિશા ( નામ બદલ્યું છે ) ગત મંગળવારે રાત્રે 8.45 કલાકે બે બાળકોને જમાડ-સુવડાવી પતિની રાહ જોતી ઘરની બહાર બેઠી હતી ત્યારે તેના ઘરની સામે રહેતો 35 વર્ષીય મહેન્દ્ર મહંતો વર્મા એક મહીના અગાઉ થયેલા ઝગડાની અદાવત રાખી તેમના મકાનની દિવાલ કુદી હથોડી લઈને ત્યાં હતો.મહેન્દ્રએ નિશાનું બ્લાઉઝ ખેંચતા દોરી તૂટી ગઈ હતી. નિશાએ બૂમો પાડતા મહેન્દ્રએ ગાળો આપી હાથમાં રહેલઈ હથોડી વડે નિશાના જમણા હાથની પહેલી બન્ને આંગળીઓમાં માર્યું હતું અને ભાગી ગયો હતો. નિશાને લોહી નીકળવા લાગતા તેની બૂમો સાંભળી નજીકમાં રહેતો તેનો ભાઈ દોડી આવ્યો હતો અને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયો હતો.

મહેન્દ્રએ હથોડી મારતા નિશાની બે આંગળીમાં ફ્રેક્ચર થયું હતું. સારવાર કરાવ્યા બાદ નિશાએ ગતરાત્રે પાડોશી મહેન્દ્ર વિરુદ્ધ ગોડાદરા પોલીસ મથકમાં છેડતી અને માર માર્યાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મહેન્દ્રને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s