દક્ષિણ ગુજરાતમાં લાંબા બ્રેક બાદ મેઘમહેર, 4.5 ઇંચ સુધી વરસાદ

– સુરતમાં
એક મહિનાના વરસાદની કસર એક દિવસમાં પુરીઃ બારડોલી અને કામરેજમાં
3.5 ઇંચ, સુરત સિટીમાં 2 ઇંચ

     સુરત

સુરત
સહિત દક્ષિણ ગુજરાતમાં લાંબા બ્રેક બાદ મંગળવારે રાતથી મેઘરાજાએ મહેર વરસાવવાનું શરૃ
કરતા ખાસ કરીને સૂકાઇ રહેલા ખેતીપાકને લઇને ચિંતિત ખેડૂતોને મોટી રાહત મળી છે. છેલ્લા
ચોવીસ કલાકમાં સાર્વત્રિક વરસાદમાં તાપી જિલ્લાના કુકરમુંડામાં ૪.૫ ઇંચ વરસાદ વરસ્યો
હતો
. જ્યારે સુરત શહેર-જિલ્લામાં મેઘરાજા છપ્પડ ફાડકે વરસ્યા હતા. આજે મોડીસાંજે
બે કલાકમાં આખા મહિનાના વરસાદની કસર પુરી કરી દીધી હતી.

હવામાન
વિભાગ દ્વારા ઓગસ્ટ મહિનામાં દરરોજ વરસાદ આવશે તેવી આગાહી થતી હતી. વાદળો બંધાતા
હતા પરંતુ વરસાદ વરસતો નહોતો. દરમિયાન ગત મધરાતથી સુરતમાં વરસાદ શરૃ થયો હતો. સુરત
સિટીમાં સવારે ૬થી સાંજે ૬ સુધીમાં મુશળધાર બે ઇંચ વરસાદ વરસી ગયો હતો. જ્યારે
સાંજે ૬થી ૮ દરમિયાન બે કલાકમાં બારડોલી
,
કામરેજ, મહુવા, પલસાણા
સહિત અન્ય તાલુકાઓમાં ૩.૫ ઇંચ સુધી વરસાદ વરસી જતા થોડાવાર માટે જળબંબાકારની
સ્થિતિ સર્જાઇ હતી. સુરતમાં આજે કુલ ૪૮૫ મી.મી એટલે કે સરેરાશ બે ઇંચ વરસાદ
નોંધાયો  હતો. છેલ્લા એક મહિનાના વરસાદની
કસર બે કલાકમાં  જ કરી દેતા સર્વત્ર પાણીની
રેલમછેલ થવાની સાથે વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરતા લોકોમાં ખુશીનો માહોલ જોવા
મળ્યો હતો.

મેઘરાજા
મંગળવારે રાતથી દક્ષિણ ગુજરાતમાં મન મૂકીને વરસવાનું શરૃ કરતા ખેડૂતોમાં ખુશાલી
જોવા મળી છે. તાપી જિલ્લાના છેવાડાના વરસાદથી તરસ્યા કુકરમુંડા અને નિઝરમાં
વરસાદને પગલે ખેડૂતોમાં ખુશાલી જોવા મળી છે. અહી નદી-નાળાના પાણીના સ્થર ઉંડા ઉતરી
ગયા હતા. મુશળધાર વરસાદથી બહુરુપા ગામે નીચા વિસ્તારોમાં ઘરોમાં રાતે પાણી ભરાઇ
ગયા હતા. ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી પિયત દ્વારા ખેતી કરતા ખેડૂતોને રાહત
થઇ છે. આહવાના અને વઘઇના કેટલાક લો લેવલ કોઝવે પર અંબિકા નદીના પાણી ફરી વળતા ત્રણ
માર્ગ અવરોધાયા છે.

<

p class=”12News0″>વલસાડ
જિલ્લામાં સરેરાશ ૧.૩ ઇંચ વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વાપીમાં ૨.૩ ઇંચ નોંધાયો છે.
જ્યારે નવસારીમાં વાંસદા સિવાય અન્ય તાલુકાઓમાં માત્ર ઝરમર વરસાદ વરસ્યો હતો.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s