છેતરપીંડીના કેસમાં દુબઈના આરોપી વેપારીઓના આગોતરા જામીન રદસુરત

મેંદાના એક્સપોર્ટર પાસેથી માલ મેળવ્યા બાદ નાણાં ચાઉં કરી જવાના કેસમાં સલાબતપુરા પોલીસ ધરપકડ કરે તેવી દહેશતથી આગોતરા જામીન માંગ્યા હતા

એક્સપોર્ટર
પેઢી પાસેથી લાખો રૃપિયાની મેંદાની ઉધાર ખરીદી કરી પેમેન્ટ નહીં ચુકવીને ગુનાઈત
ઠગાઈનો કારસો રચવાના કેસમા સલાબતપુરા પોલીસની ધરપકડથી બચવા દુબઈના બે આરોપી વેપારીઓની
આગોતરા જામીનની માંગને આજે એડીશ્નલ સેશન્સ કોર્ટે નકારી કાઢી છે.

રીંગરોડ
સ્થિત ટ્રેડ સેન્ટરમાં ભગવતી એગ્રો ફુડના નામે મેંદાની નિકાસ કરતા ફરિયાદી
જયપ્રકાશ વિશનદાસ મોટવાણી તથા તેમના ભાઈ કમલેશભાઈએ દુબાઈ ખાતે મેસર્સ મોહમદ અલી
અલમીરી જનરલ ટ્રેડીંગ એલ.એલ.સી.ના નામે ધંધો કરતા આરોપી આશીષ  વશરામ મુરબીયા તથા અશોક વિશનદાસ ભરવાણી વચ્ચે
મેંદાની નિકાસના મુદ્દે એગ્રીમેન્ટ કર્યો હતો.જે મુજબ ફરિયાદી જયપ્રકાશ મોટવાણીએ
આરોપી આશીષ મુરબીયા તથા અશોક ભરવાણીને મેંદાની મોટા પાયા પર નિકાસ કરી હતી.જેના
પેમેન્ટ પેટે બંને આરોપીઓ પાસેથી રૃ.2.84 લાખ બાકી હોઈ ફરિયાદીએ ઉઘરાણી કરતાં લેણી
રકમના ચેક લખી આપ્યા હતા.પરંતુ ફરિયાદીએ બેંકમાં ચેક વટાવવા નાખતા અપુરતા ભંડોળના
શેરા સાથે પરત ફરતા આરોપીઓ  વિરુધ્ધ
સલાબતપુરા  પોલીસમાં ગુનાઈત છેતરપીંડીના
કારસા બદલ ફરિયાદ નોંધાવી હતી.

જેથી આ
કેસમાં પોલીસ ધરપકડથી બચવા આરોપી આશિષ મુરબીયા તથા અશોર ભરવાણીએ આગોતરા જામીન માટે
માંગ કરી હતી.જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી દિગંત તેવારે તપાસ અધિકારી તથા મુળ
ફરિયાદી તરફે નિમેશ દલાલની એફીડેવિટ રજુ જણાવ્યું હતું કે આરોપીઓ વિરુધ્ધ ગંભીર
ગુનાનો પ્રથમ દર્શનીય કેસ છે.જેથી આગોતરા જામીન આપવાથી પોલીસ તપાસ તથા સમાજ પર
વિપરિત અસર પડે તેમ છે.આરોપીઓની કસ્ટડીમાં પુછપરછ જરૃરી છે.જેને કોર્ટે માન્ય રાખી
આરોપીઓની આગોતરા જામીનની માંગને નકારી કાઢી હતી.

<

p class=”MsoNormal”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s