સુરત: પુણામાં ડીજીટલ પ્રિન્ટના ખાતાની આડમાં જુગાર રમતા 8 ઝડપાયા


– રોકડા રૂ.38,200, 8 મોબાઈલ ફોન અને પાંચ બાઈક મળી કુલ રૂ.2.20 લાખનો મુદ્દામાલ કબજે

સુરત,તા.18 ઓગષ્ટ 2021,બુધવાર 

સુરતના પુણા ઈન્ટરસિટીની સામે શ્રીરામ કોમ્પ્લેક્ષના બીજા માળે ડીજીટલ પ્રિન્ટના ખાતાની આડમાં જુગાર રમતા ખાતાના માલિક સહિત 8ને પુણા પોલીસે ઝડપી પાડી રોકડા રૂ.38,200, 8 મોબાઈલ ફોન અને પાંચ બાઈક મળી કુલ રૂ.2.20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ પીએસઆઈ પી.કે.રાઠોડ અને કોન્સ્ટેબલ કરણસિંહને મળેલી બાતમીના આધારે પુણા પોલીસે ગતસાંજે ઈન્ટરસિટીની સામે શ્રીરામ કોમ્પ્લેક્ષના બીજા માળે દિનેશ વીઠ્ઠલભાઇ બઘાસીયાના ડીજીટલ પ્રિન્ટના ખાતામાં છાપો માર્યો હતો. પોલીસે ત્યાંથી દિનેશ ઉપરાંત અન્ય 7 ને જુગાર રમતા ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂ.38,200, રૂ.87 હજારની કિંમતના 8 મોબાઈલ ફોન અને રૂ.95 હજારની કિંમતની પાંચ બાઈક મળી કુલ રૂ.2,20,200 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.ઝડપાયેલા અન્યો વેપારી, રત્નકલાકાર, એજન્ટ અને કોન્ટ્રાકટર છે.

કોણ કોણ પકડાયું

(1) સંચાલક દિનેશ વિઠ્ઠલભાઈ વધાસીયા ( ઉ.વ.42, રહે. ધર નં.બી/52, નટવરનગર, સીમાડા નાકા, સરથાણા, સુરત. મુળ રહે.આસોદર, તા.લાઠી, જી.અમરેલી )

(2) શ્રમજીવી દલપેશ ઉર્ફે દિપેશ જેંતીભાઈ ગજેરા ( ઉ.વ.34, રહે. ધર નં.130, યોગીદર્શન સોસાયટી, યોગીચોક, સરથાણા, સુરત. મુળ રહે.રામોદ, તા.કોટડા સાંગાણી, જી.રાજકોટ )

(3) કોન્ટ્રાકટર વીનુ હીરજીભાઇ ખુંટ ( ઉ.વ.45, રહે. ધર નં.132, ગંગોત્રી સોસાયટી, ચીકુવાડી, નાના વરાછા, સુરત. મુળ રહે.પચેગામ, તા.ગારીયાધાર, જી.ભાવનગર )

(4) વેપારી અરવીંદ બાબુભાઈ ગોધાણી ( ઉ.વ.48, રહે. ધર નં.54, યોગીદર્શન સોસાયટી, યોગીચોક, સરથાણા, સુરત. મુળ રહે.હાથીગઢ, તા.લીલીયા, જી.અમરેલી )

(5) કેમિકલ વેપારી દિનેશભાઇ ઉર્ફે કલ્પેશ ખોડાભાઇ ધોળીયા જાતે પટેલ ( ઉ.વ.42, રહે. ઘર નં.300, શ્યામ લેક સીટી સોસાયટી, વેલંજા, સાયણ, સુરત. મુળ રહે.દેપલા, તા.જેસર, જી.ભાવનગર )

(6) વેપારી કમલેશ હરેશભાઇ પનારા ( ઉ.વ.44, રહે.ઘર નં.301, સેવન હાઇટસ, ડીંડોલી ખરવાસા રોડ, ડીંડોલી, સુરત. મુળ રહે.ખળપીપળી, તા.મેંદરડા, જી.જુનાગઢ )

(7) રત્નકલાકાર ભિખા લાલજીભાઇ માંગુકીયા ( ઉ.વ.45, રહે.ઘર નં.47, ગંગોત્રી સોસાયટી, ચિકુવાડી પાસે, નાના વરાછા, સુરત.મુળ રહે.પચ્છેગામ, તા.ગારીયાધર, જી.ભાવનગર )

(8) એજન્ટ વિપુલ મનુભાઇ કાછડીયા ( ઉ.વ.35, રહે.ઘર નં.78, કૈલાશધામ સોસાયટી, પુણા-બોમ્બે માર્કેટ રોડ, સિતાનગર ચોકડી, પુણા, સુરત. મુળ રહે.વંડા, તા.સાવરકુંડલા, જી.અમરેલી )

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s