વેસુની કિંમતી જમીનનું પ્રકરણ: વડોદરા I.Bના P.Iની ઓળખ આપી જમીન હડપવાના કારસામાં વધુ એક ઝડપાયો

– રૂદરપુરાના મકાન દલાલ જાવેદ છત્રીને રૂ. 50 હજાર લઇ વારસદાના નામે પોતાનો ફોટો અને અંગુઠાનું નિશાન આપ્યું હતું

સુરત
વડોદરા આઇ.બી. ના પી.આઇ તરીકે ઓળખ આપી બોગસ દસ્તાવેજના આધારે વેસુની કરોડો રૂપિયાની કિંમતી જમીન વેચવા જતા રંગેહાથ ઝડપાયેલી ટોળકીના વધુ એકને પોલીસે ઝડપી પાડયો છે. ઝડપાયેલા જાવેદ છત્રી નામના મકાન દલાલે 50 હજારમાં પોતાનો ફોટો અને અંગુઠાના નિશાન આપ્યું હતું.
વેસુની સર્વે નં. 153/2 વાળી કરોડો રૂપિયાની જમીનના માલિક પિયુષ રણછોડ પટેલ અને તેમના પરિવારના સભ્યોના નામે બોગસ દસ્તાવેજ બનાવી વેચવા ફરી રહેલા અને પોતાની ઓળખ વડોદરા આઇ.બી. ના પીઆઇ તરીકે આપનાર હિતેશ બધાભાઇ ગોહિલ (રહે. 290, રાયનગર, મોતીબાગ, જુનાગઢ અને રૂમ નં. 122, એસઆરપી ગૃપ 9, મકરપુરા, વડોદરા) અને તેના બે સાથીદાર નાથાભાઇ રત્નાભાઇ હાડગરડા (રહે. કમળેજ, જિ. ભાવનગર) અને ઇક્ષિતસિંહ કિરણસિંહ પરમાર (રહે. કૈલાશ ભુવન, જવાહર રોડ, જુનાગઢ) ને ગત મે મહિનામાં છટકું ગોઠવી ઝડપી પાડી પોલીસને હવાલે કર્યા હતા. પોલીસે ત્રણેયના રિમાન્ડ મેળવી હાથ ધરેલી પુછપરછમાં આ જમીનનો સોદો દિપક ચંદુલાલ મીસ્ત્રી સાથે રૂ. 23.51 કરોડમાં કરી બાનાપેટે રૂ. 30 લાખ ચેકથી અને કિશોર લુણાગરીયા પાસેથી પણ રૂ. 1.75 લાખ લીધા હોવાની કબૂલાત કરી હતી. જયારે બોગસ દસ્તાવેજમાં વારસદાર વિમલ પટેલને બદલે ક્રિમીનલ માઇન્ડ ધરાવતા જાવેદ છત્રીનો ફોટો હોવાનું બહાર આવ્યું હતું. જેથી ઉમરા પોલીસે જાવેદ છત્રી ઉર્ફે જાવેદખાન અનવરખાન પઠાણ (ઉ.વ. 55 રહે. 301, બહાદુર એપાર્ટમેન્ટ, લીમડી શેરી, ગાર્ડન કોલોની સામે, રૂદરપુરા) ની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે બોગસ દસ્તાવેજમાં પોતાનો ફોટો અને અંગુઠાના નિશાન માટે એસઆરપીના કોન્સ્ટેબલ અને માસ્ટર માઇન્ડ એવા હિતેશ ગોહિલે 50 હજાર આપ્યા હતા.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s