લોકોને દારૂ વેચતા મિત્રો દારૂ પીને બાખડયા : ચાર જણે એક મિત્રને ચપ્પુના ઘા ઝીંક્યા

– ભેસ્તાન આવાસ પાસે રાતની ઘટનામાં એક મિત્રને લાકડાના ફટકા મારતા તે ભાગી ગયો

– તમામ અગાઉ મારામારીમાં પકડાયા હતા

સુરત, : સુરતના ડિંડોલી સ્થિત ભેસ્તાન આવાસ પાણીની ટાંકી પાસે સોમવારે રાત્રે દારૂ પીધા બાદ મિત્રો વચ્ચેના ઝઘડામાં ચાર મિત્રોએ અન્ય મિત્રને ચપ્પુના ઘા ઝીંકતા ગંભીર ઈજા થઈ હતી. દારૂનો વેપાર કરતા અને અગાઉ મારામારીના ગુનામાં ઝડપાયેલા મિત્રોએ અન્ય એક મિત્રને પણ લાકડાના ફટકા મારતા તે ભાગી છૂટ્યો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ મહારાષ્ટ્રના જલગાંવનો વતની અને સુરતમાં લીંબાયત નીલગીરી સર્કલ પાસે માનસરોવર એપાર્ટમેન્ટ સી/201 માં રહેતો તેમજ હાલ કોમ્પ્યુટરનો અભ્યાસ કરતો 21 વર્ષીય પ્રવીણ ઉર્ફે સચીન મામા મહાજન ગતરાત્રે 9.30 વાગ્યે તેના મિત્રો વિક્કી રાજપુત ( રહે.શિવહીરા નગર, નવાગામ, ડિંડોલી, સુરત ), રોહીત ઉર્ફે ગોલુ, પ્રકાશ ઉર્ફે પકો, ભોલા અને મિલન સાથે દારૂ પીવા બેઠો હતો. તે સમયે વિક્કી રાજપુતે પ્રવીણને તુ ઉમેશ સાથે કેમ ફરે છે? તે મારા મિત્ર પ્રકાશ ઉર્ફે પકાને આઠેક દિવસ પહેલા ચપ્પુ કેમ માર્યું હતુ? કહી ઝઘડો કર્યો હતો. બાદમાં વિક્કી, તેની સાથેના રોહીત ઉર્ફે ગોલુ, પ્રકાશ ઉર્ફે પકો અને ભોલાએ મળી પ્રવીણને ગાળો આપી ઢીક્કમુક્કીનો માર મારી વિક્કીએ તેની પાસેના ચપ્પુ વડે પ્રવીણને છાતીના જમણા ભાગે, ડાબા કુલ્લા ઉપર, જમણા પગના જાંધ ઉપર , રોહીત ઉર્ફે ગોલુએ ડાબા હાથના બાવડા ઉપર, પીઠ ઉપર તેમજ પ્રકાશ ઉર્ફે પકાએ જમણા હાથના કોણીના ભાગે બે ઘા માર્યા હતા. જયારે ભોલાએ જમણા હાથના બાવડા ઉપર લાકડાનો ફટકો મારી પ્રવીણને ગંભીર ઈજા પહોંચાડી હતી.

ભોલાએ પ્રવીણના મિત્ર મિલનને પણ લાકડાનો ફટકો મારતા તે ત્યાંથી ભાગી ગયો હતો. પ્રવીણ પર હુમલો કરી તમામ ફરાર થઈ ગયા હતા. ગંભીર ઈજાગ્રસ્ત પ્રવીણને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવની જાણ થતા ડિંડોલી પોલીસે પ્રવીણની ફરિયાદના આધારે વિક્કી રાજપુત, રોહીત ઉર્ફે ગોલુ, પ્રકાશ ઉર્ફે પકો, ભોલા વિરુદ્ધ હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી તેમને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ હુમલાખોરો દારૂનો વેપાર કરે છે અને અગાઉ મારામારીમાં ઝડપાયા છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s