ઉધના રહેતા સાળાને તમંચો સાચવવા આપવા આવેલો પલસાણાનો બુટલેગર ઝડપાયો

– કૈલાશ મંગળે અગાઉ ઉધનામાં રહેતો હતો, દેશી દારૂની હેરાફેરીમાં ત્રણ વાર ઝડપાયો હતો

– સાળાની પણ પોલીસે ધરપકડ કરી 

સુરત, : ઉધના પોલીસે સોમવારે રાત્રે રોડ નં.9 પરથી અગાઉ ઉધનામાં અને હાલ પલસાણામાં રહેતા બુટલેગર તેમજ તેના સાળાને તમંચો સાથે ઝડપી લીધા હતા.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ હેડ કોન્સ્ટેબલ રઘુભાઈ ભોળાભાઈ, રવિરાજસિંહ રણજીતસિંહ અને આનંદ રત્નાભાઈને મળેલી બાતમીના આધારે ઉધના પોલીસ મથકના પીએસઆઈ પી.વી.સોલંકી અને સ્ટાફે ગતરાત્રે ઉધના રોડ નં.9 અશોક સમ્રાટનગર ઘર નં.1189 ની સામેથી કૈલાશ અશોક મંગળે ( ઉ.વ.30, રહે.205, સિયારામ રેસિડન્સી, જોલવા ગામ, પલસાણા, સુરત. મૂળ રહે. નંદુરબાર, મહારાષ્ટ્ર ) અને તેના સાળા વિજય રમેશ સોલંકી ( ઉ.વ.31, રહે.ઘર નં.1189, અશોક સમ્રાટનગર, રોડ નં.9, ઉધના, સુરત ) ને ઝડપી પાડી કૈલાશે કમરપટ્ટામાં છુપાવેલો રૂ.3000 ની કિંમતનો તમંચો કબજે કર્યો હતો. અગાઉ સુરતના ઉધના મોરારજી વસાહતમાં ઘર નં.240 માં રહેતો અને દેશી દારૂની હેરાફેરીમાં ત્રણ વખત ઝડપાયેલો કૈલાશ હાલ પલસાણામાં રહે છે. તે કુરીયર કંપનીમાં ડિલીવરીનું કામ કરતા સાળાને તમંચો સાચવવા આપવા આવ્યો હતો. ઉધના પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s