કોરોનામાં પતિના મોત બાદ વિરહમાં વૃદ્ધ પત્નીએ મંદિરમાં ઝેર પીતા મોત

 

આપઘાતના અન્ય બે બનાવમાં આર્થિક ભીંસમાં ભેસ્તાનના 39 વર્ષીય યુવાને અને
માનસિક તાણમાં સચિનના યુવાને જીવન ટુકાવી લીધું

         સુરત :

આપઘાતના
નોંધાયેલા ત્રણ બનાવમાં કોરોનામાં પતિનું 
મોત થયા બાદ વિરહમાં ઝુરતી પત્નીએ સિટી લાઇટ રોડ મંદિરમાં ઝેરી દવા પી લેતા
મોત થયુ હતુ. જયારે આર્થિક ભીંસમાં ભેસ્તાનના યુવાને અને માનસિક તાણમાં  સચિનના યુવાને આત્મ હત્યા કરી હતી.

પ્રથમ
બનાવમાં  સિટી લાઇટ રોડ પર મહાવીર નગરમાં
રહેતા
65
વર્ષીય ચંપાબેન મેઘજીભાઇ પટેલ ગત તા.
14મીએ  સવારે રાબેતા મુજબ સિટી લાઇટ રોડ અણુવ્રત દ્વાર
નજીક ગાયત્રી મંદિરે દર્શન કરવા ગયા હતા. બાદમાં બપોરે મંદિરમાં જ ચંપાબન ઝેરી દવા
પી ગયા હતા. જેથી મંદિરના મહારાજે તેમના પરિવારના સભ્યોને ફોન કરીને જાણ કરતા
તેમનો પુત્ર મનોજભાઇએ મંદિરે પહોચીને તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડયા
હતા. જયાં ગત રાતે તે મોતને ભેટયા હતા. પોલીસે કહ્યુ કે ચંપાબેનના પતિ ચાર માસ
પહેલા કોરોનામા મોતને ભેટયા હતા. ત્યારથી ચંપાબેન તેમના વિરહમાં ઝુરતા હોવાથી આ
પગલુ ભર્યુ હતુ. તેમને ત્રણ સંતાન છે. આ અંગે ખટોદરા પોલીસે તપાસ હાથ ઘરી છે.

<

p class=”12News”>બીજા
બનાવમાં ભેસ્તાનમાં જીયાવ રોડ પર પ્રિયંકા સીટી ગોલ્ડમાં રહેતો
39 વર્ષીય સંજય નામદેવ
કાટકરે ગત તા.
13મીએ રાતે ઘરમાં કોઇ કારણસર ટેન્શનમાં આવીને
પંખા સાથે સાડીનો છેડો બાંધી ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યુ હતુ. પોલીસે કહ્યુ કે
સંજય મુળ મહારાષ્ટ્રના ભુસાવલનો વતની હતો.તેમને ૩ સંતાન છે.તેમને નાણાકીય તકલીફ
પડતી હોવાથી આ પગલુ ભર્યુ હોવાની શકયતા છે. 
ત્રીજા બનાવમાં મુળ બિહારનાં ચંપારણના મંઝરીયાના વતની અને હાલમાં સચીન
જી.આઇ.ડી.સીમાં શબનમ નગરમાં રહેતો
26 વર્ષીય મનાન આલમ અલી
હસન અંન્સારીએ રવિવારે રાતે ઘરે છતના એંગલ સાથે શાલ બાંધી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા
કરી હતી. પોલીસે કહ્યુ કે મનાન પાસેથી મળેલી 
હિન્દીમાં લખેલી સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો કે
હું મારી જાતે આ પગલુ ભરુ છે. કોઇ પણ જીમ્મેદાર નથી‘  સચીન જી.આઇ.ડી.સી પોલીસે તપાસ
હાથ ઘરી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s