સુરત: મોટા વરાછામાં રોડ પર લક્ઝરિયસ કાર આગથી ભડભડ સળતા નાસભાગ થઈ

સુરત,તા.16 ઓગષ્ટ 2021,સોમવાર

મોટા વરાછા ભરથાણા રોડ પર રવિવારે સાંજે લક્ઝરિયસ ઓડી કારના એન્જીનના ભાગે આગ લાગતા ભડભડ સળગવા લાગી હતી. કાર ચાલક સામાન્ય રીતે દાઝી જતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

ફાયર સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ મોટા વરાછા ખાતે આકૃતિ હાઈટ્સમાં રહેતા 28 વર્ષીય વિશાલભાઈ રવિવારે સાંજે લક્ઝરિયસ ઓડી કાર કાર લઈને ભરથાણા ખાતે મિત્રની ગૌશાળાની મુલાકાતે જઈ રહયા હતા. જયારે તેઓ ભરથાણા કોસાડ મેન રોડના સિંગલ લેન રોડ પરથી પસાર થઇ રહ્યા હતા. તે સમયે ભરથાણાથી કોસાડ મેડ રોડ ખાતે આવેલ આનંદધારા સોસાયટીના ગેટ પાસેથી ઓડી કાર પસાર થઇ રહી હતી. ત્યારે કારના એન્જીનના ભાગેથી ઘુમાડો નીકળી રહ્યો હતો. જેથી તેઓ તાત્કાલીક કારને સાઈડમા ઉભી રાખી નીચે ઉતરીને બોનટ ખોલીને જોતા આગ ભડકી ઉઠી હતી અને તેમના મોઢાના ભાગે ઝાળ લાગતા સામાન્ય દાઝી જતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. બનાવના લીઘે ત્યાં ભારે નાસભાગ થઈ જવા પામી હતી અને ત્યાંથી પસાર થતા લોકો એકત્ર થઇ ગયા હતા.

આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામા આવતા મોટા વરાછા ફાયર સ્ટેશનથી ફાયર ઓફિસર બી.કે.સોલંકી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને કારમા થોડા સમયમાં આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે તેમના સંબધીઓ સ્થળ પર આવી ગયા હતા. આ અંગે અમરોલી પોલીસને જાણ થતા ત્યાં પહોંચી કાર્યવાહી કરી હોવાનું ફાયર સૂત્રોએ જણાવ્યું હતું.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s