સુરત: ચૂંટણી આવે ત્યારે ગમે તેને મત આપજો, હાલ બેરોજગારી, શિક્ષણ ખેડુતોના પ્રશ્ને સાથ આપજો : હાર્દિક પટેલ


– ઓલપાડના એરથાણ ગામે બનેલી ઘટના અંગે પરિવારજનોને ખબર અંતર પૂછી સાંત્વના આપી હાર્દિક પટેલે ખેડૂતો સાથે કરેલી ચર્ચા

સુરત,તા.16 ઓગષ્ટ 2021,સોમવાર

ચૂંટણી આવે ત્યારે તમે જેને મત આપવો હોય તેને આપજો પરંતુ અમે લોકો જે સાચા મુદ્દાઓ બેરોજગારી, મોંઘવારી,મોધુ શિક્ષણ,ખેડૂતોને પોષણક્ષમ ભાવો જેવા સાચા મુદ્દાઓ ઉઠાવીએ ત્યારે સાથ સહકાર આપજો. સુરતની મુલાકાતે આવેલા ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે ખેડૂતો સાથે મુલાકાત દરમ્યાન વાતો રજૂ કરી હતી.

ઓલપાડ તાલુકાના એરથાણ ગામે ગત 12મી ઓગસ્ટના રોજ રાત્રીના સમયે આદિવાસી સમાજના મકાન ધરાસાઇ થતાં એક બાળકીનું અવસાન થયેલ હતું. અને અન્યોને ઇજા થયેલ હતી. આ દુઃખદ ઘટના ને લઈને સુરતની મુલાકાતે આવેલા હાર્દિક પટેલે પરિવારજનોના ખબર અંતર પૂછી સાંત્વના આપી હતી. ઉપરાંત ઓલપાડ તાલુકાના એરઠાણ ગામે ખેતી અંગેના પ્રશ્નો બાબતે ખેડૂતો ચર્ચા કરવામાં આવી.

હાર્દિક પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે સમગ્ર દેશ માં અને ગુજરાત રાજ્યમાં ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેત ઉત્પાદ માંથી બનતી વસ્તુઓનો ભાવ વધી રહ્યો છે પરંતુ ખેત ઉત્પાદ નો જે ભાવ ખેડૂતો ને મળવો જોઈએ તેમાં વધારો થઈ રહ્યો નથી.જંતુનાશક દવાઓ,રાસાયણિક ખાતર અને બિયારણની કંપનીઓ દ્વારા ખેડૂતને મૂર્ખ બનાવવામાં આવી રહ્યા છે. સુરત માં હજીરા વિસ્તારની ઇન્ડસ્ટ્રીઝ માં સ્થાનિક શિક્ષિત યુવાનો ને નોકરીએ રાખવામાં આવતા નથી અને શિક્ષિત યુવાનો બેરોજગાર ફરી રહ્યા છે. તેમજ આઉટસોર્સિંગ કર્મચારી નું શોષણ થઈ રહ્યું છે.

હાર્દિક પટેલ દ્વારા ખેડૂતોને સંબોધન આપતા કહેવામાં આવ્યું કે ચૂંટણી આવે ત્યારે તમે જેને મત આપવો હોય તેને આપજો પરંતુ અમે લોકો જે સાચા મુદ્દાઓ જેમ કે બેરોજગારી, મોંઘવારી,મોગુ શિક્ષણ,ખેડૂતોને પોષણક્ષમ ભાવો જેવા સાચા મુદ્દાઓ ઉઠાવીએ ત્યારે કોઈ પણ જાતના દબાણ વગર સાથ સહકાર આપો

આ પ્રસંગે હાર્દિક પટેલ સાથે સુરત જિલ્લા કૉંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને માજી જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા દર્શનભાઈ નાયક,ઓલપાડ તાલુકા કૉંગ્રેસ સમિતિના પ્રમુખ જયેંદ્રભાઈ દેસાઈ,ધર્મેશભાઈ પટેલ,અજિતભાઈ સહિતના કૉંગ્રેસના નેતાઓ તેમજ મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s