સુરત: 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે થઇ


– શહેરમાં અન્ય ઘણી જગ્યાઓ પર લોકોએ ધ્વજવંદન કરી સ્વતંત્ર્ય પર્વની ઉજવણી કરી

સુરત,તા.15 ઓગષ્ટ 2021,રવિવાર

15મી ઓગષ્ટ સ્વાતંત્ર્યપર્વની જિલ્લાકક્ષાની ઉજવણી આઝાદીના અમૃત મહોત્સવની થીમ પર સુરત શહેરના અઠવાલાઈન્સ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે થઈ હતી આ સિવાય સુરતમાં નાની મોટી જગ્યાઓ પર પણ આઝાદીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં કોવિડની ગાઈડ લાઇન અનુસાર સંપૂર્ણ સોશિયલ ડિસ્ટન્સીંગ સાથે વિવિધ સંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે કૃષિ મંત્રીના હસ્તે કોરોના વોરિયર્સ એવા ડોકટર, પેરામેડીકલ સ્ટાફ, સેનિટેશન વર્કસ તથા કોરોનાની ગંભીર પરિસ્થિતિમાંથી મ્હાત આપીને સ્વસ્થ થયેલા વ્યકિતઓને સન્માન કરવામાં આવ્યું હતું

સુરત જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં દેશભક્તિના જુવાળ વચ્ચે અનોખા અંદાજમાં કરવામાં આવી હતી. મંત્રીશ્રીએ ધ્વજવંદન કરી પરેડનું નિરીક્ષણ કર્યું હતું. મંત્રીશ્રીએ સુરત જિલ્લાના સર્વાંગી વિકાસ માટે જિલ્લા કલેક્ટરશ્રીને રૂ.25 લાખનો ચેક અર્પણ કર્યો હતો. આ સાથે મંત્રી આર સી ફળદુ એ જણાવ્યું હતું કે વરસાદ ખેંચાતા ખેડૂતોની સમસ્યા વધી છે. આપણે સૌ વરસાદ આવે તેવી પ્રાર્થના કરીએ. સરકાર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં ખેતી લાયક પાક મરી પરવાર્યા નથી. મુખ્ય મંત્રી સાથે થયેલ બેઠકમાં આ બાબતે ચર્ચા કરવામાં આવી છે. મધ્યમ અને જરૂરી વિસ્તારોમા પાણી છોડવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. ડેમોમાં પીવા લાયક પાણી સંગ્રહ કરી ખેતી માટે પાણી છોડવામાં આવશે.

આ સિવાય સુરત શહેરમાં વિવિધ શાળાઓમાં અને જાહેર સ્થળોએ પર સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. કોવિડની ગાઈડલાઈન અનુસાર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s