નવી સિવિલના ગેટ પર બે દારુડીયા જાહેરમાં બાખડી પડતા તમાશો


– બંને
કુસ્તી કરતા હોય તેવા મારામારીના દાવપેચ બાદ કેટલાક લોકોએ બંનેને છોડાવ્યા
, વિડીયો વાયરલ

        સુરત :

સુરત
નવી સિવિલ હોસ્પિટલના મેઇન ગેટ પાસે બે દારૃડિયાઓ જાહેરમાં ઝપાઝપી કરી રહ્યા હોવાથી
ત્યાં ભારે નાસભાગ થઈ જવા પામી હતી.

પ્રાપ્ત
વિગત મુજબ મજુરા ગેટ પાસે આવેલ નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં અમુક વ્યક્તિઓ પડયા
પાથર્યા રહે છે. જેમાંના કોઈક વ્યક્તિઓ કેમ્પસમાં જે કોઈ આપે તે ખાઈને
પોતાનું  ગુજરાન ચલાવે છે.  તે 
પૈકી બે દારૃડિયાઓ ગઈકાલે નવી સિવિલના મેઈન ગેટ પર જાહેર રસ્તા પર મારામારી
કરી રહ્યા હતા. જાણે બંને જણા કુસ્તી કરી રહ્યા હોય તેમ જમીન પર એકબીજાને જકડીને
ઝઘડો કરતા હતા. તેને પગલે ત્યાં ભારે નાસભાગ મચી જવા પામી હતી. બાદ ત્યાંથી પસાર
થતા દર્દી તેમના સંબંધીઓ સહિતના ઘણા વ્યક્તિઓ ત્યાં તમાશો જોવા ભેગા થઇ ગયા હતા.
જેના પગલે ટ્રાફિક પણ જામ થઈ ગયું હતું. 
બાદમાં  ત્યા ં કેટલાક વ્યક્તિઓ આવી
બંનેને છોડાવી મામલો થાળે પાડયો હોવાનું 
સિવિલના સૂત્રોએ જણાવ્યું હતું. જયારે 
સિવિલ હોસ્પિટલના ગેટ ઉપર બે દારૃડિયા કુસ્તીના દાવપેચ કરતા કેમેરામાં કેદ
થઈ ગયા બાદ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હોવાનું સુત્રો કહ્યુ હતુ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s