નવી સિવિલના કોવિડ સહિતના વોર્ડમાં સ્વાતંત્ર્ય પર્વ ઉજવાશે


– વોર્ડના
તિરંગો મુકાશે
, દેશભક્તિના ગીતો સંભળાવશે : કોરોના કાળમા સેવા કરનાર
સંસ્થાના સેવાભાવીઓનું બહુમાન થશે

        સુરત:

કોરોના  મહામારીએ દેશને બાનમાં લીધો છે. પરંતુ જે રીતે
અંગ્રેજો સામે લડીને આઝાદીના લડવૈયાઓએ દેશને સ્વતંત્ર કર્યો
, એ જ રીતે કોરોનાથી
દેશવાસીઓને મુક્ત કરવાં દેશના લાખો કોરોના યોદ્ધાઓ કોરોના સામેની લડાઈ લડી રહ્યા
છે. ત્યારે  નવી સિવિલમાં સ્વાતંત્ર્ય
પર્વની અનોખી રીતે ઉજવણી થશે.

નવી
સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડ હોસ્પિટલ વોર્ડમાં સારવાર હેઠળના કોરોનાગ્રસ્ત દર્દીઓ
તથા સિવિલના 20 જેટલા વોર્ડ તથા ટ્રોમા સેન્ટરમાં સહિતના વિભાગમાં આવતી કાલે 15મી
ઓગષ્ટના રોજ ડોક્ટરો
, નર્સ, સહિતના સ્ટાફ દ્વારા  સ્વાતંત્ર્ય દિવસ ઉજવણી કરશે. તમામ
વોર્ડોમાં  તિરંગો મુકશે.અને કોરોનાથી તમને
આઝાદી અપાવીશું એવો વિશ્વાસ અપાશે. વોર્ડમાં દર્દી અને તેમના સંબંધીઓને મોબાઇલ કે
સ્પીકર દ્વારા રાષ્ટ્રગીત
, દેશભક્તિના ગીતો સંભળાવીને
દેશભક્તિનો માહોલ સર્જાશે.બાદમાં તમામ દર્દી મીઠાઇ ખવડાવીને મીંઠુ મોઢુ કરાવશ એમ
આર.એમ.ઓ ડો.કેતન નાયકે કહ્યુ હતુ.

કોરોના
કાળ દરમિયાન નવી સિવિલની ત્રણ બિલ્ડીંગમાં દર્દી સહિતનાઓની નિષ્ઠાથી સેવા કરનાર
વિવિધ સંસ્થાના સેવાભાવી ૧૫૦ થી વધુ વ્યકિતઓ તથા સિવિલના વિવિધ વિભાગના
કર્મચારીઓનું 15મી ઓગષ્ટ રોજ સિવિલ તંત્ર દ્વારા સન્માન કરવામાં આવશે.જેમાં ચેતના
યુથ ફાઉન્ડેશન
, યુથ ફોર પીપ્લસ, લસકાણાના જલારામ મંદિરના સેવકો,
આર.એસ.એસ, બજરંગદળ સહિતની સંસ્થાનો સમાવેશ થાય
છે એમ ડો.ઓનકાર ચૌધરીએ કહ્યુ હતુ.

<

p class=”12News”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s