સુરત: નવી એજ્યુકેશન પોલિસીનો અમલ કરનારી ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી બની નર્મદ યુનિવર્સિટી


– આજે મળેલી ખાસ સેનેટ સભામાં અપાયેલી મંજૂરી:

-સભા દરમ્યાન બે સભ્યો કનુ ભરવાડ અને ભાવેશ રબારી વચ્ચે ગુજરાતી સ્ટેચૂટ ને લઈને તું તું મે મે થઈ

સુરત,તા.14 ઓગષ્ટ 2021,શનિવાર

નવી એજ્યુકેશન પોલિસી બન્યા બાદ આ પોલીસીનો અમલ કરનારી સમગ્ર ગુજરાતમાં નર્મદ યુનિવર્સિટી પ્રથમ યુનિવર્સિટી બની છે. આ પોલિસી ની ચર્ચા દરમ્યાન ગુજરાતી સ્ટેચૂટને લઈને બે સભ્યોને વચ્ચે તડાફડી થઈ હતી. બંને વચ્ચે સિન્ડિકેટની ચુંટણીને લઈને તું તું મે મે થઈ હતી.

નર્મદ યુનિવર્સિટી ખાતે આજે નવી શિક્ષણ નીતિને લઈને મળેલી કુલપતિ ડૉ કે.એન.ચાવડાના અધ્યક્ષતામાં મળેલી ખાસ બેઠકમાં નવી શિક્ષણ નીતિના અમલ માટે ચર્ચા થયા બાદ મંજૂર મળતા સમગ્ર ગુજરાતમાં નવી શિક્ષણ નીતિનો અમલ કરનારી નર્મદ યુનિવર્સિટી પ્રથમ બની છે. આજે આ પોલિસી હેઠળ ચર્ચા વખતે પ્રિન્સિપાલ ગીરીશ રાણા એ પોલિસી અંગે અંગ્રેજીમાં વાત રજૂ કરતાં સેનેટ સભ્ય કનું ભરવાડે ગુજરાતીમાં બોલવાનું કહ્યું હતું. આ વાત પતી ગયા બાદ જયારે સેનેટ સભ્ય ભાવેશ રબારીએ સ્ટેચૂટ ગુજરાતીમાં હોવું જોઈએ પર ભાર મૂકીને તેમણે કનુ ભરવાડની ગુજરાતીમાં વાત રજૂ કરવાનો ઉલ્લેખ કરતા જ બંને વચ્ચે તું તું મે મે થઈ ગઈ હતી. કનુ ભરવાડે એવું કહ્યું હતું કે તમારે એકડા લેવા હોય તો લઈ લો. આ બધી એકડાની રમત (સિન્ડિકેટની ચૂંટણી) છે. આ વાતને લઈને ભાવેશે કહ્યું હતું કે આ વખતે સલાહકાર સમિતિ બની નથી. પરંતુ આ વખતે બચાવ સમિતિ બની નથી. કનુ એ કહ્યું કે દોઢ વર્ષ કશું કર્યું નથી.તો ભાવેશે કહ્યું કે મારો હિસાબ માંગનાર કોણ ? આમ બંને સભ્યો વચ્ચે તું તું મે મે થયા બાદ આખરે બધા સભ્યોએ શાંત પાડ્યા હતા. આખરે કુલપતિ ડૉ. કે.એન.ચાવડા ચેર પરથી માહિતી આપી હતી કે અમો ગુજરાતીમાં તૈયાર કરી રહ્યા છે. અને બધું ફાઇનલ જ છે. ટૂંક સમયમાં સ્ટેચૂટ ગુજરાતીમાં મળી જશે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s