પ્રોસેસિંગ મિલોમાં ગ્રેની આવક વધતાં કામકાજ 80 ટકા પહોંચ્યું

-ગત
વર્ષ કરતા આ વખતે સ્થિતિ ખરેખર સારી છે
,
વેપારીઓ તરફથી ગ્રેની મોટા માત્રામાં ખરીદી ચાલુ

 સુરત

કોરોનાની
પહેલી લહેર બાદ મે જૂન આ વખતે જે સ્થિતિ હતી
, તેનાથી ઘણી સારી સ્થિતિ અત્યારે કાપડ
ઉદ્યોગમાં છે. મિલોમાં ગ્રેની આવક
75-80 ટકા આસપાસ પહોંચી ગઈ
છે. આગામી આઠ-દસ દિવસમાં ઉત્પાદન પણ શરૃ થઈ જવાની તૈયારીઓ છે.

દેશભરમાં
કોરોનાની ત્રીજી લહેરની ભીતિને લઈને ફરી એક વખત કામકાજોને બહુ મોટી અસર થઈ હતી.
ફરી ખરાબ પરિસ્થિતિ ઉભી થશે એવી ગણતરીઓ હતી. પરંતુ ધારવા કરતા પરિસ્થિતિ ઝડપભેર
સુધરી છે. અત્યારે કામકાજ ખાસ્સાં સુધરી ગયાં છે. મિલોમાં કામકાજ ધીરેધીરે આગળ વધી
રહ્યું છે
, એમ સાઉથ ગુજરાત ટેકસટાઇલ પ્રોસેસર્સ એસો.ના પ્રમુખ જિતેન્દ્ર વખારિયાએ
કહ્યું હતું.

કોરોનાના
પ્રથમ લહેર બાદ ડાઇગ પ્રોસેસિંગ એકમો મે-જૂનમાં શરૃ કરી દેવામાં આવ્યાં હતાં. જે
તે વખતે મિલ માલિકોને બે મહિના નુકસાની ભોગવવી પડી હતી. પરંતુ એક સામાજિક જવાબદારી
પણ હતી. ગત વર્ષ કરતા આ વખતે સ્થિતિ ખરેખર સારી છે અને વેપારીઓ તરફથી ગ્રેની મોટા
માત્રામાં ખરીદી ચાલુ હોવાને કારણે મિલોમાં ગ્રેની આવક ખૂબ વધી છે.

મિલોમાં
માત્ર ગ્રે આવી રહ્યું છે
,
એવું નથી. વેપારીઓ તરફથી ફીનિશ્ડની ડીલેવરીઓ પણ લેવામાં આવી રહી છે.
યાર્નના ભાવોમાં વધારો થયા પછી એક બાજુ નવા પ્રોગ્રામમાં જોબ ચાર્જમાં ભાવ વધારો
આવી ગયો હોવાથી વેપારીઓએ પણ ફિનિશ્ડ આઇટેમના ભાવમાં મીટરે રુ. એકનો વધારો આપી દીધો
છે.

<

p class=”12News”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s