30 કરોડના ખર્ચે અદ્યતન કલેકટર કચેરી બનાવવા સરકારને દરખાસ્ત

– SVNIT
સામે સરકારી જમીન પરના દબાણો દુર કરાયા બાદ અહી


-ત્રણ વર્ષ અગાઉ 5792 ચો.મી જમીનનો કબ્જો લઇ જિલ્લા કલેકટર કચેરી બનાવવા માટે અનામત કરવાનો
કલેકટરે હુકમ કર્યો હતો

   સુરત

ત્રણ
વર્ષ અગાઉ એસવીએનઆઇટી સામે પીપલોદની સરકારી જમીન પરનો કબ્જો લઇ જિલ્લા કલેકટર
કચેરી બનાવવા માટે જમીન અનામત રાખ્યા બાદ આ જમીન પર અંદાજિત રૃા.
30 કરોડના ખર્ચે પાંચ
માળની અદ્યતન કલેકટર કચેરી બનાવવાની દરખાસ્ત રાજય સરકારમાં મોકલી દેવાતા આ જમીન પર
ડોળો રાખનારાઓની હાલત કફોડી થઇ ગઇ છે.

ઇચ્છાનાથ
સ્થિત એસવીએનઆઇટીની સામે પીપલોદના સર્વે નં.
44-1 ની 5792 ચો.મી સરકારી જમીનમાં વર્ષોથી સગરામ ભરવાડ સહિતનાઓએ
ઝુંપડાઓ બાંધીને રહેતા હતા. આ જમીન સરકારી હોઇ તત્કાલીન જિલ્લા કલેકટર ડૉ.ધવલ પટેલે
સરકારી જમીન પરનો કબ્જો લેવાનો હુકમ કર્યા બાદ સીટી પ્રાંત ઓફિસર દ્વારા ટીમ બનાવીને
આ જમીન પર જેટલા પણ ઝુંપડા બન્યા હતા. તેનું ડીમોલેશન કરીને જમીન સરકાર હસ્તક લઇ લેવાઇ
હતી. સાથે જ ફરીથી કોઇ દબાણ નહીં કરે તે માટે જમીન ચારેબાજુથી કોર્ડન કરીને બહાર સરકારી
જમીન હોવાનું બોર્ડ પણ મારી દેવાયુ હતુ.

દરમ્યાન
તત્કાલીન કલેકટર દ્વારા આ જમીન પ્રાઇમ લોકેશન પર હોવાથી જિલ્લા કલેકટર કચેરી
બનાવવાનો નિર્ણય કરાયો હતો. અને આ ૫૭૯૩ ચો.મી જમીન સુરત જિલ્લા કલેકટર કચેરીના નવા
બિલ્ડીંગના નિમાર્ણ માટે અનામત રાખવાનો હુકમ કર્યો હતો. અને તેની સીધી નોંધ
7-12 ના રેર્કડમાં પણ આવી
ગઇ હતી.

<

p class=”12News”>આ હુકમ
બાદ પીડબલ્યુડી દ્વારા રૃા.
30 કરોડના ખર્ચે પાંચ માળની અદ્યતન જિલ્લા કલેકટર કચેરી બનાવવા માટે દરખાસ્ત
રાજય સરકારમાં મોકલાવાઇ છે. આ પાંચ માળની ઓફિસમાં અધિક કલેકટર
, છ ડે.કલેકટર, આઠ મામલતદારની ઓફિસ સહિત 63 નાયબ મામલતદાર, 97 કર્લાક મળી 188 કર્મચારી બેસી શકે તેવી વ્યવસ્થા કરાશે. હાલ આ સરકારી જમીનની કિંમત
રૃા.૫૦ કરોડથી પણ વધુ થાય છે. કલેકટર દ્વારા જગ્યા અનામત કરી દેવાતા આ જમીન પર નજર
રાખનારાઓ માટેના તમામ રસ્તાઓ બંધ થઇ ગયા હતા.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s