સુરત: કોરોના દર્દીઓની સારવાર સંબંધિત વીમા કંપનીની ગ્રાહક સેવામાં ખામી બાબત અંદાજે 300 જેટલી ફરિયાદ

સુરત,તા.13 ઓગષ્ટ 2021,શુક્રવાર

કોરાનાકાળમાં દરમિયાન કોરોના દર્દીઓની સારવાર સંબંધિત વીમા કંપનીની ગ્રાહક સેવામાં ખામી બાબત અંદાજે 300 જેટલી ફરિયાદ સુરત ગ્રાહક તકરાર નિવારણ ફોરમ સમક્ષ પેન્ડીંગ છે. સુરત મહાનગર પાલિકા એ પણ આવી ફરિયાદો સંદર્ભે બે કોર્પોરેટર તથા ચાર ડોકટર એમ છ સભ્યોની કમીટી બનાવી તપાસ  સોપી છે. જે સમિતિની સામે અનેક ટેકનિકલ અને કાનુની પ્રશ્નો  ઉભા થવાની આશંકા ગ્રાહક સુરક્ષા પ્રેકટીશ્નર વર્ગમાં થી ઉઠવા પામી છે.

સુરતમાં વર્ષોથી ગ્રાહક સુરક્ષા ક્ષેત્રમાં અગ્રણી એવા શ્રેયસ દેસાઈએ જણાવ્યું હતું કેસુરત ગ્રાહક કોર્ટમાં તા.1-8-20 થી તા.31-7-21 સુધીમાં કોવિડ-19 ની સારવાર બાબતમાં વીમાકંપની સામે અંદાજે 300 ફરિયાદો ગ્રાહક કોર્ટમાં થઈ છે.જેમાં મોટાભાગે ખાનગી હોસ્પિટલમાં કોરાના સંક્રમિત દર્દીની સારવારના બીલો સરકાર કે એસેએમસી ના પેકેજને બદલે વધુ પડતાં હોવાનું જણાવી  ફરિયાદોના ક્લેઈમ વીમા કંપનીએ નકારી કાઢ્યા છે. અથવા કુલ ક્લેઈમની રકમમાં હોસ્પિટલ દ્વારા લીનન ચાર્જ, પીપીઈકીટ ચાર્જ, બાયોમેડીકલ વેસ્ટ ચાર્જીસ વગેરે કુલ કલેઈમમાંથી કપાત કરીને કલેઈમ ચૂકવવા સંબંધિત છે.અલબત્ત ગ્રાહક અદાલત સમક્ષ આ ફરિયાદીઓની આવી સંખ્યાબંધ ફરિયાદોમા વીમા કંપનીના ક્લેઈમ ડીડકશન કે રીજેકશન યોગ્ય છે કે કેમ ? તે ગ્રાહક અદાલત કેસના ગુણદોષના આધારે નક્કી કરવાનું છે. જો ખાનગી હોસ્પિટલ દ્વારા વસુલ કરેલા વધુ પડતા કે ખોટા હોય  તો વીમાદારને રીફંડ કરવાનો હુકમ ગ્રાહક કોર્ટ  કરી શકે છે. જો સુરત મ્યુ. કે સરકારના પેકેજથી ખાનગી હોસ્પિટલ દ્વારા વધુ ચાર્જ લીધો હોય તો સેવામાં ખામી બદલ વીમા કંપની કે હોસ્પિટલની જવાબદારી ગ્રાહક કોર્ટ નક્કી કરી શકે.

પરંતુ સુરત મહાનગર પાલિકાએ આવી ફરિયાદોની તપાસ માટે નિમેલી છ સભ્યોની સમિતીમા ચાર તબીબો અને બે કોર્પોરેટર છે. તબીબોની જ બે તૃતીયાંશ બહુમતી ધરાવતી આ ફારસરૂપ સમિતિ ખાનગી હોસ્પિટલ સામેની ફરીયાદોમાં પોતાના મેડીકલ ફિલ્ડના સભ્યોને બચાવવાની જ પેરવી કરે તેવી સંભાવના નકારી શકાય એમ નથી. તદુપરાંત આ સમિતિનો નિર્ણય ગ્રાહક અદાલતમાં ચાલતા કેસો પર શુ અસર કરશે તે પણ વિચારણીય છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s