નર્મદ યુનિવર્સિટીએ ચેટબોટ લોન્ચ કર્યું: વિદ્યાર્થીઓને 24 કલાક માહિતી મળશે

– વ્હોટ્સએપ
પરના ચેટબોટમાં વિદ્યાર્થીઓ હોલ ટિકિટ
,
રિઝલ્ટ, સર્ટિફિકેટ સહિતની માહિતી એક્સેસ કરી
શકશે

         સુરત

આજના
હાઇટેક યુગમાં વિદ્યાર્થીઓ મોબાઇલનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓને
આંગળીના ટેરવે જ નર્મદ યુનિવર્સિટીની માહિતી ઉપલબ્ધ થાય તે માટે વ્હોટ્સએપ પર
ચેટબોટ લોંચ કર્યુ છે. જેમાં વિદ્યાર્થીઓને ૨૪ કલાક માહિતીઓ મળતી રહેશે. રાજયમાં
નર્મદ યુનિવર્સિટીની આ સૌપ્રથમ પહેલ છે.

<

p class=”12News”>દક્ષિણ
ગુજરાતમાં વિસ્તરેલી નર્મદ યુનિવર્સિટીમાં ૭ જિલ્લા અને એક કેન્દ્વશાસિત પ્રદેશ
આવ્યા છે. આ વિસ્તારમાં રહેનારા લોકો અને વિદ્યાર્થીઓને નર્મદ યુનિવર્સિટીની માહિત
વ્હોટ્સએપ પર જ મળી રહે તે માટે ચેટબોટ લોંચ કરાયુ છે. આ અંગે કુલપતિ
ડૉ.કે.એન.ચાવડાએ જણાવ્યું કે
,
વિદ્યાર્થીઓની જરૃરિયાત મુજબની દરેક સામાન્ય માહિતીનું એકત્રીકરણ કરીને
ચેટબોટ વિકસાવવામાં આવ્યુ છે. માત્ર દક્ષિણ ગુજરાતના જ નહીં વિશ્વના કોઇ પણ ખુણે
હોય યુનિવર્સિટીની માહિતી ચેટબોટ પર ઉપલબ્ધ હશે. આ પ્રકારના અત્યાધુનિક ચેટબોટ
સુવિધા વિકસાવનાર નર્મદ યુનિવર્સિટી ગુજરાતની પ્રથમ સ્ટેટ યુનિવર્સિટી બની છે. આ
માહિતી કોઇને પણ 24 કલાક મળતી રહેશે. જયારે વિદ્યાર્થીઓને પોતાની પર્સનલ માહિતી
જેમ કે હોલ ટિકિટ
, પરિણામ, સર્ટિફિકેટ
વગેરે વિદ્યાર્થીઓએ પ્રવેશ વખતે આપેલા નંબર પર વનટાઇમ પાસવર્ડ થકી વિદ્યાર્થીઓ
જાતે જ એકસેસ કરી શકશે. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s