દેના બેંકના નિવૃત્ત ઓફિસર પાસેથી રૂ.93 લાખ પડાવનાર ઠગ ટોળકીના ચાર ઝડપાયા


– પાકેલી વીમા પોલીસીના રૂ.4 લાખ અપાવવાના બહાને : મૂળ ઉત્તરપ્રદેશના બદાયુના ચાર પૈકી બે હાલ દિલ્હીમાં રહે છે : રોકડા રૂ.12.25 લાખ અને 4 મોબાઈલ ફોન કબજે

– પાકતી રકમ લેવા પોલીસી લેવી પડશે કહી રૂ.48.36 લાખની 70 પોલીસી લેવડાવ્યા બાદ પેંશન યોજનામાં પૈસા જમા કરાવડાવી જુદાજુદા ચાર્જિસના નામે પૈસા પડાવ્યા હતા

સુરત, : સુરતના અઠવાલાઇન્સ ખાતે રહેતા દેના બેંકના નિવૃત્ત ઓફિસરને ફોન કરી તમારા પિતાએ લીધેલી રૂ.50 હજારની પોલીસીની રકમ પાકીને રૂ.4 લાખ થઇ છે, પાકતી રકમ લેવા પોલીસી લેવી પડશે કહી પોલીસીની ખરીદી કરાવી તેનું પેમેન્ટ રિલીઝ કરાવવા જુદાજુદા ચાર્જીસ ભરાવી કુલ રૂ.93 લાખ પડાવનાર દિલ્હીની ઠગ ટોળકીના ચારને સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી લીધા છે. પોલીસે તેમની પાસેથી રોકડા રૂ.12.25 લાખ અને ચાર મોબાઈલ ફોન કબજે કર્યા છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વગતો મુજબ સુરતના અઠવાલાઇન્સ અશોકનગર સોસાયટી પાસે દેના એપાર્ટમેન્ટ ફ્લેટ નં.19 માં રહેતા 74 વર્ષીય પિયુષભાઈ રજનીકાંતભાઈ મહેતા દેના બેંકમાંથી ઓફિસર તરીકે વર્ષ 2007 માં નિવૃત્ત થયા હતા. ઓક્ટોબર 2017 માં તેમના મોબાઈલ ફોન ઉપર રીચા શર્માનો ફોન આવ્યો હતો. રીચાએ પિયુષભાઈને કહ્યું હતું કે તમારા પિતાજીએ રૂ.50 હજારની પોલીસી લીધી હતી અને તે પાકીને રૂ.4 લાખની થઈ છે. ત્યાર બાદ તેણે નેહા મહેતા સાથે વાત કરાવતા નેહાએ પોલીસીની પાકતી રકમ લેવા પરિવારના સભ્યોના નામે પોલીસી લેવી પડશે તેમ કહેતા પિયુષભાઈએ પુત્ર રુચિરના નામે રૂ.50 હજારની એક પોલીસી લીધી હતી. જોકે, બાદમાં રીચા, નેહા ઉપરાંત એચડીએફસીના પંકજભાઈ, ખુશ્બુ ચૌધરી, દિલ્હીના બીમા લોકપાલ બિનોઈ ચક્રવર્તી, જીબીઆઈસીના આશિષ શ્રીવાસ્તવે તેમને બરાબર પોતાની માયાજાળમાં ફસાવી છેતર્યા હતા.

ઠગ ટોળકીએ જુદાજુદા ચાર્જિસના નામે કુલ રૂ.92,98,829 પડાવ્યા હતા.ત્યાર બાદ પણ પોલીસીની રકમ રિલીઝ નહીં કરાતા છેતરાયાનું જણાતા સુરત સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન, સાયબર ક્રાઈમ પોલીસે આ ગુનામાં સામેલ મૂળ ઉત્તરપ્રદેશના બદાયુના અબ્દુલ મન્નાન અબ્દુલ કય્યુમ ખાન ( ઉ.વ.30 ), ઉમર સલીમ મીયાં ( ઉ.વ.27, હાલ રહે. ચોથા માળે, દરબાર હોટલ પાસે, મૌજપુર, જી.શાહદરા, દિલ્હી ), ઇરફાન અહમદ નિશાર અહમદ ( ઉ.વ.27, રહે.17/161, ન્યુ સીલમપુર, જી.શાહદરા, દિલ્હી ) અને આકીબ અન્સાર ખાન ( ઉ.વ.33 ) ને ઝડપી લીધા હતા. તેમની પાસેથી રોકડા રૂ.12.25 લાખ અને ચાર મોબાઈલ ફોન કબજે કર્યા હતા. વધુ તપાસ પીઆઈ ટી.આર.ચૌધરી કરી રહ્યા છે.

ટોળકી ભારત સરકાર સાથે જોડાયેલી છે તેવું કહી ઠગાઈ કરે છે

આ અંગેની પત્રકાર પરિષદમાં પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જણાવ્યું હતું કે આ ટોળકીમાં અન્યો પણ સામેલ છે અને ટોળકી ઘણા સમયથી સક્રિય હોય દેશના વિવિધ વિસ્તારોમાં અન્યો પણ ભોગ બન્યા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. ટોળકી પોલીસીની ખરીદી કરાવ્યા બાદ પોતે ભારત સરકાર સાથે જોડાયેલા છે તેમ કહી ખરીદેલી પોલીસીનું પેમેન્ટ રિલીઝ કરાવવા જુદાજુદા ચાર્જીસ ભરાવી છેતરપિંડી કરે છે.

ટોળકી દિલ્હીમાં અગાઉ ઓફિસ ધરાવતી હતી, કોરોના બાદ ‘ ફ્રોડ ફ્રોમ હોમ ‘ કરે છે

ઠગ ટોળકી અગાઉ દિલ્હીમાં ઓફિસ ધરાવતી હતી. તેમાં ઘણા યુવક-યુવતી કામ કરતા હતા અને દરેકને કામની વહેંચણી કરવામાં આવી હતી. જોકે, કોરોના બાદ તેમણે દિલ્હીની ઓફિસ બંધ કરી દીધી હતી અને છેતરપિંડી માટે ‘ વર્ક ફ્રોમ હોમ ‘ શરૂ કરાયું હતું. હાલ ઝડપાયેલા ચાર પૈકી અબ્દુલ મન્નાનના પિતા કોન્ટ્રાકટર છે જયારે અન્ય ત્રણ કાપડ વેપારી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s