તક્ષશિલા કેસમાં ત્રણ બિલ્ડરની પત્નીઓને આરોપી તરીકે જોડવા હાઈકોર્ટમાં રીવીઝન



સુરત

 અરજી નકારતો સુરત કોર્ટનો હુકમ વાલીઓએ હાઇકોર્ટમાં પડકાર્યોઃ સ્થાનિક કોર્ટમાં વધુ એક સાક્ષી ડોકટરની જુબાની પુરી થઇ 


બહુચર્ચિત
એવા તક્ષશિલા આર્કેડ આગ હોનારત કાંડમાં ત્રણ બિલ્ડર્સની પત્નીઓને  આરોપી તરીકે જોડવા ફરિયાદપક્ષની માંગને નકારતા
સુરત સેશન્સ કોર્ટના ચુકાદાથી નારાજ થઈ ભોગ બનનાર વિદ્યાર્થીઓના વાલીએ તેની
કાયદેસરતાને હાઈકોર્ટમાં પડકારતી રીવીઝન અરજી દાખલ કરી છે.જેની સુનાવણી આગામી
દિવસોમાં હાથ ધરાય તેવી સંભાવના છે.

સુરતના સરથાણા
જકાતનાકા પાસે મે-2019માં તક્ષશિલા આર્કેડ બિલ્ડીંગમાં લાગેલી ભીષણ આગમાં 22 માસુમ
વિદ્યાર્થીઓના મૃત્યુના બનાવમાં ક્રાઇમ બ્રાંચે ગુનાઇત બેદરકારી બદલ તક્ષશિલા આર્કેડના
આરોપી બિલ્ડર્સ
, ટયુશન ક્લાસીસ સંચાલક, સુરત મહાનગર પાલિકાના અધિકારી,ડીજીવીસી એલ તથા ફાયર વિભાગના અધિકારીઓ સહિત 14 આરોપીઓ સામે સાપરાધ મનુષ્ય
વધ અંગે ગુનો નોંધી જલેભેગા કર્યા હતા.

સરકારપક્ષે
તક્ષશિલા આર્કેડના ગેરકાયદે બાંધકામના મુદ્દે ત્રણ આરોપી બિલ્ડરની પત્નીઓ જ્યોતિબેન
હરસુખ વેકરીયા
, રંજનાબેન રવિન્દ્ર કહાર તથા ભાનુબેન સવજી 
પાઘડાળને પણ આરોપી તરીકે જોડવા સુરત સેશન્સ કોર્ટમાં માંગ કરી હતી. જે મે-2021માં
નકારી કાઢી કાર્ટે જણાવ્યું હતું કે
, માત્ર આરોપી બિલ્ડર્સે તેમની
પત્નીઓના નામે મિલકત ખરીદી હોવા માત્રથી ઠોસ પુરાવા કે સક્રીય સંડોવણી વિના આરોપી તરીકે
ચીલાચાલુ જોડી ન શકાય. સેશન્સ કોર્ટના આ હુકમથી નારાજ થઇ ભાગ બનેલા વિદ્યાર્થીઓના વાલીઓ
વતી જયસુખભાઇ ગજેરાએ હાઇકોર્ટમાં રીવીઝન કરી છે.

દરમિયાન
સુરતમાં કોર્ટમાં કેસની કાર્યવાહી દરમિયાન આજે વધુ એક ડોકટર સાક્ષી સ્મીમેરના
ડો.રાજેશ પટેલની જુબાની લેવાઇ હતી. તેમણે ભોગ બનેલા વિદ્યાર્થીઓના મૃતદેહનું
પરીક્ષણ કર્યું હતું. સરકારપક્ષની સરતપાસ બાદ બચાવપક્ષે ઉલટતપાસ કરી હતી. મોડેથી
તબીબી સાક્ષીની જુબાની પુર્ણ થતા કોર્ટે વધુ સુનાવણી મુલતવી રાખી છે.

<

p class=”MsoNormal”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s