આત્મહત્યા કરવા જાઉં છું વોઇસ મેસેજ મોકલી ગુમ થયેલા બેલદાર-પરિવાર ઉનાઈમાં મળ્યો


– બેન્કના હપ્તા ભરી શકું તેમ નથી, દેવું થયું છે

– ભાઈને મેસેજ કરી ઉનાઈમાં પિતાના મિત્રને ત્યાં એક દિવસ માટે રોકાયેલો બેલદાર મંદિરે દર્શન કર્યા બાદ આત્મહત્યા કરે તે પહેલા પોલીસ પહોંચી ગઈ

સુરત, : સુરતના ખટોદરા શાસ્ત્રીનગરમાં રહેતો અને મહાનગરપાલિકામાં બેલદાર તરીકે નોકરી કરતો યુવાન ગત સવારે બેન્કના હપ્તા ભરી શકું તેમ નથી, દેવું થયું છે તેથી પરિવાર સાથે આત્મહત્યા કરવા જાઉં છું તેવો વોઇસ મેસેજ ભાઈને મોકલી ગુમ થઈ ગયો હતો. બેલદારનો ભાઈ વોઇસ મેસેજ સાથે પોલીસ મથકે પહોંચતા સલાબતપુરા પોલીસની SHE ટીમે મોબાઈલ સર્વેલન્સના આધારે મોડીસાંજે પરિવારને ઉનાઈથી શોધી કાઢી ભાઈ સાથે મેળાપ કરાવ્યો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ખટોદરા શાસ્ત્રીનગર 48/575 માં રહેતો અને મહાનગરપાલિકામાં બેલદાર તરીકે નોકરી કરતો મયુર પ્રકાશભાઈ પટેલ ગત સવારે શાસ્ત્રીનગરમાં જ રહેતા ભાઈને ત્યાં આધારકાર્ડ લેવા આવ્યો હતો. આધારકાર્ડ લીધા બાદ તે નોકલ્યો હતો અને થોડીવારમાં જ તેનો વોઈસ મેસેજ તેના ભાઈને મળ્યો હતો. મેસેજમાં મયુરે બેન્કના હપ્તા ભરી શકું તેમ નથી, દેવું થયું છે તેથી પરિવાર સાથે આત્મહત્યા કરવા જાઉં છું તેમ કહ્યું હોય તેમણે તરત મયુર અને તેની પત્નીનો મોબાઈલ ફોન જોડયો હતો. જોકે, બંનેના મોબાઈલ ફોન બંધ હતા. આથી તે તરત સલાબતપુરા પોલીસ મથકે દોડી ગયા હતા અને વોઈસ મેસેજ સંભળાવી હકીકત જણાવતા સલાબતપુરા પોલીસે મયુર, તેની પત્ની, પુત્રી અને પુત્ર ગુમ થયાની નોંધ કરી તપાસ SHE ટીમના ઇન્ચાર્જ પીએસઆઈ પી.બી.મેસવાણીયાને સોંપી હતી.

પીએસઆઈ મેસવાણીયા અને ટીમે અલગ અલગ દિશાઓમાં તપાસ શરૂ કરી મયુર અને તેની પત્નીનો મોબાઈલ નંબર સર્વેલન્સમાં રાખ્યો હતો. દરમિયાન, સાંજે 6.40 કલાકે મયુરની પત્નીએ કોઈકને ફોન કરવા મોબાઈલ ફોન ચાલુ કરતા જ SHE ટીમને તેમનું ઉનાઈનું લોકેશન મળ્યું હતું. આથી SHE ટીમ મયુરના ભાઈ-ભાભી સાથે ઉનાઈ દોડી ગઈ હતી અને ત્યાં પિતાના મિત્રને ત્યાંથી મયુર અને તેના પરિવારને શોધી કાઢી એટના ભાઈ સાથે મેળાપ કરાવ્યો હતો. પોલીસે મયુરની પુછપરછ કરતા તેણે રૂ.6 લાખનું દેવું થતા અને તે ભરપાઈ કરી શકે તેમ ન હોય પરિવાર સાથે આત્મહત્યાનો વિચાર કર્યો હોવાનું જણાવ્યું હતું. તે ઉનાઈ પિતાના મિત્રને ત્યાં એવું કહી એક દિવસ માટે રોકાયો હતો કે અહીં દર્શન કરવા આવ્યા છીએ. દર્શન કર્યા બાદ તે આત્મહત્યાની યોજનાને અમલમાં મુકવાનો હતો. જોકે, પોલીસની SHE ટીમે સમયસર પહોંચી સમગ્ર પરિવારને બચાવી લીધું હતું.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s