5 લાખના ચેક રીટર્ન કેસમાં આરોપી મહીલાને એક વર્ષની કેદ



સુરત,બુધવાર સાડીની દુકાનમાં  મેનેજર પતિની હિસાબી ભુલના લીધે ફરિયાદી માલિકના બાકી નીકળતા 25.20 લાખના લેણાંના પેમેન્ટ પેટે આપેલા ચેક રીટર્નનો કેસ સાબિ

આજથી
ચારેક વર્ષ પહેલાં મેનેજર પતિએ સાડીની દુકાનમાં નોકરી દરમિયાન કરેલી  હિસાબી ભુલને લીધે ફરિયાદી માલિકના બાકી નીકળતા
લેણાંના પેમેન્ટ તરીકે આરોપી મહીલાએ લખી આપેલા 5 લાખના ચેક રીટર્ન કેસમાં એડીશ્નલ
ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ હરેશ વર્માએ આરોપી મહીલાને દોષી ઠેરવી એક વર્ષની કેદ
, ફરિયાદીને રૃ.5.90લાખનું વળતર ત્રીસ દિવસમાં ચુકવવા તથા ન ચુકવે તો વધુ ત્રણ માસની કેદની સજા
ફટકારતો હુકમ કર્યો છે.

મોટી
બેગમવાડી સ્થિત શ્રી શ્યામ માર્કેટમાં સાલુ ફેશનના ફરિયાદી સંચાલક પ્રવિણ કરતાચંદ
કલ્યાણીની દુકાનમાં વર્ષ-૨૦૧૪ આરોપી સોનીયાદેવી 
ભણસાળીના પતિ રાકેશ ભણસાળી પોતાને વેચાણનો અનુભવ હોવાનું જણાવી નોકરીએ
રાખવાનું જણાવતા તેમને મેનેજર તરીકે નોકરીએ રાખ્યા હતા.જેથી નોકરીના કાર્યકાળ
દરમિયાન એપ્રિલ-2015થી ડીસેમ્બર-૨૦૧૬ સુધીના હિસાબને ફરિયાદીએ ચેક કરતા હિસાબમાં
ભુલ હોઈ ફરિયાદીએ રૃ. 25.90 લાખના લેણાં બાકી નીકળતા હતા.જેના પાર્ટ પેમેન્ટ પેટે
મેનેજર રાકેશ ભણસાળીના પત્ની સોનીયાદેવીએ રૃ.5 લાખના ચેક ફરિયાદીને લખી આપ્યા
હતા.જેને ફરિયાદીએ બેંકમાં વટાવવા નાખતા અપુરતા ભંડોળના શેરા સાથે પરત ફરતા
ફરિયાદી પ્રવિણચંદ કલ્યાણીએ કિશોર હિંગુ મારફતે 
આરોપી સોનીયાદેવી ભણસાળીને આપેલી નોટીસનો સંતોષકારક જવાબ ન મળતાં ચેક
રીટર્નની કોર્ટ ફરિયાદ નોંધાવી હતી.આરોપીના બચાવપક્ષે જણાવ્યું હતું કે હાલના
ફરિયાદીએ આરોપી મહીલાના પતિનુ અપહરણ કરી આરોપી તથા તેના પુત્રને ધમકી આપીને ચેક
તથા જુલાઈ-2017માં લખાણ લખાવ્યું હોઈ અડાજણ પોલીસમાં તેની વિરુધ્ધ ફરિયાદ નોધાવી
હતી.જો કે કોર્ટે આરોપીના બચાવપક્ષની દલીલને માન્ય રાખવાનો ઈન્કાર કરીને જણાવ્યું
હતું કે માત્ર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાથી આરોપી વિરુધ્ધ નેગોશિયેબલ
ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ -139 મુજબના અનુમાનનું ખંડન થતું નથી.

છેલ્લાં
ચાર-પાંચ વર્ષ પહેલા થયેલા નાણાંકીય વ્યવહારના ચુકવણી પેટે આપેલા ચેક રીટર્ન કેસમાં
સંડોવાયેલી આરોપી મહીલા વિરુધ્ધનો કેસ આજે અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.જેથી
ફરિયાદપક્ષે આરોપી મહીલા વિરુદ્ધનો કેસ નિઃશકપણે પુરવાર કરી નકારાયેલા ચેક પોતાના કાયદેસરના
લેણાં પેટે હોવાનું સાબિત કર્યું હતુ.જેથી કોર્ટે આરોપી સોનીયાદેવી ભણસાળીને દોષી ઠેરવી
એક વર્ષની કેદ
,ફરિયાદીને 5.90 લાખનું વળતર ત્રીસ દિવસમાં ચુકવવા હુકમ કર્યો છે.

<

p class=”12News”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s