સુરત: રેસિડેન્ટ ડોકટરોની ગેરવર્તુણકને પગલે સીએમઓ દવારા સુપ્રિન્ટેન્ડેન્ટને રજુઆત કરાઈ

સુરત,તા.12 ઓગષ્ટ 2021,ગુરૂવાર

એક તરફ પહેલાથી જ નવી સિવિલ હોસ્પિટલ ખાતે રેસિડેન્ટ ડોકટરો હડતાળ પર હોવાને કારણે દર્દીઓને હાલાકી રહ્યા હતા. તેવા સમયે ગઈકાલે રાત રાત્રે ઓન ડ્યુટી જેઝયુલીટી મેડિકલ ઓફિસરે માનસિક બીમારીથી પીડાતા એક દર્દીને માનસિક રોગ વિભાગમાં દાખલ કરતા માનસિક રોગ વિભાગના ચાર રેસિડેન્ટ ડોકટરો આડોડાઈ પર ઉતરી ગયા હતા અને દાખલ દર્દીને પરત ટ્રોમા સેન્ટરમાં મૂકી ઓન ડ્યુટી સીએમઓ સાથે ઝગડો કરી તેમની સાથે ગેરવર્તણૂક કરી આખા વિભાગને માથે લઇ હંગામો કરી બાખડે ઉભો કર્યો હતો.

નવી સિવિલ થી મળેલી વિગત મુજબ ઉધના વિસ્તારમાં રહેતા 52 વર્ષીય રાજુભાઈ ઢોલે ગઈકાલે રાત્રે ઘરમાં ધમાલ કરતા સહિતની તકલીફ હોવાથી તેના પરિવારના સભ્યો સારવાર માટે નવી સિવિલના ટ્રોમા સેન્ટરમાં લવાયા હતા. ત્યાં દર્દીના પરિવારે આપેલી હિસ્ટ્રી લીઘે મેડિકલ ઓફિસરે દર્દીની પ્રાથમિક તપાસમાં તે માનસિક બીમાર હોવાનું લાગતું હતું . જેથી દર્દીને માનસિક રોગ વિભાગમાં રીફર કરી રેસિડેન્ટ ડોક્ટરને જાણ કરી હતી . ત્યારબાદ માનસિક રોગ વિભાગના રેસિડેન્ટ ડોક્ટર ટ્રોમા સેન્ટરમાં આવી દર્દી અમારા વિભાગનું નથી. અને માનસિક રોગ વિભાગના રેસિડેન્ટ ડોક્ટરે  મેડિસીન અને સર્જરીમાં રિફર કરી વોર્ડમાં ચાલી ગયા હતા.

આવી સ્થિતિને કારણે દર્દી અટવાઈ રહયો હતો,જેહતી તેના હિતને ધ્યાને રાખીને દર્દીને માનસિક રોગ વિભાગમાં દાખલ કર્યો હતો,ત્યારે માનસિક રોગ વિભાગના રેસિડેન્ટ ડોકટરો ડો.શુભમ, ડો.ગર્ગી અને અન્ય બે મહિલા રેસિડેન્ટ ડોકટરો દર્દીને વોર્ડમાંથી બહાર લઇ આવ્યા હતા અને કેઝયુલીટીમાં મૂકી ગયા હતા. આ અંગે તેમને કહેવા જતા ચારે ડોકટરો દુર્વ્યવહાર અને ગેરવર્તણૂક કરી હતી. મળતી માહિતી મુજબ રેસિડેન્ટ ડોકટરોએ દાખલ કરેલા દર્દીને મુદ્દે  સીએમઓ સાથે બબાલ કરી ભારે બખેડો ઉભો કર્યો હતો. જેને કારણે દર્દીને કલાકો સુધી અટવવાનો વારો આવ્યો હતો. આ અંગે સિવિલના તબીબી અધિક્ષક ડોક્ટર ગણેશ ગોવેકરને મેડિકલ ઓફિસર ડોક્ટર તેજસ ચૌહાણ લેખિતમાં રજૂઆત કરી હતી. જ્યારે રેસિડેન્ટ ડોકટરોની ગેરવર્તણૂકને પગલે આજે સવારે સિવિલ મોટાભાગના સીએમઓએ ભેગા મળી સુપ્રિન્ટેન્ડેન્ટ રજુઆત કરી હતી.

ગવર્મેન્ટ મેડિકલ કોલેજના ડીન કમ માનસિક રોગ વિભાગના વડા ડોક્ટર ઋતુમ્ભરા મહેતાએ જણાવ્યું હતું કે દર્દીને તાકીદે સારવાર આપવાની સૂચના આપવામાં આવી છે જોકે આ અંગે વાસ્તવિકતા જાણવા માટે તપાસ કરવામાં આવશે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s