ડાયમંડના મીસ ડેકલેરેશન કેસમાં મીત કાછડીયાના આગોતરા જામીન નકારાયા



સુરત


યુનિવર્સલ જેમ્સના સંચાલકે લેબગ્રોન ડાયમંડ એક્સપોર્ટના લાયસન્સની આડમાં રીયલ ડાયમંડ એક્સપોર્ટ કર્યા હોવાથી પુછપરછ જરુરી

સચીનના
સેઝ યુનિટ મે.યુનિવર્સલ જેમ્સમા શકદાર સંચાલક મીત કાછડીયાએ કરોડો રૃપિયાના ડાયમંડના
મીસ ડેકલેરેશન કેસમાં કસ્ટમ વિભાગની ધરપકડથી બચવા કરેલી આગોતરા જામીનની માંગને આજે
એડીશ્નલ સેશન્સ જજ અનિલ આર.મલિકે શકદાર સંચાલક તપાસમાં સહકાર ન આપતા હોવાની વર્તણુંક
ધ્યાને લઈ કસ્ટોડીયલ પુછપરછ જરૃરી હોવાનો નિર્દેશ આપ્યો છે.

સચીનના એસઈઝેડ
યુનિટ મે.યુનિવર્સલ જેમ્સના શકદાર સંચાલક મીત કનુભાઈ કાછડીયા(રે.ક્રૃષ્ણા નગર સોસાયટી
,લંબે હનુમાન રોડ) દ્વારા
હોંગકોંગ નિકાસ કરેલા ડાયમંડના બે કન્સાઈન્ટમેન્ટ સુરત કસ્ટમ્સ વિભાગે ડીટેઇન કર્યા
હતા. 2700 કેરેટ લેબગ્રોન ડાયમંડ દર્શાવાયા હતા. પણ તે 27000 કેરેટના રીયલ ડાયમંડ હતા.
મીસ ડેકલેરેશનના આ કેસમાં હવાલા કૌભાંડ અને ડાયમંડ સ્મગ્લીંગની આશંકાથી શકદાર મીત કાછડીયાને
તા.21 અને તા.25મે ના રોજ હાજર થવા સમન્સ મોકલાયા હતા પણ શકદારે ધરપકડથી બચવા આગોતરા
જામીન માંગ્યા હતા.

સુનાવણીમાં
શકદાર તરફે રજૂઆત થઇ કે સિન્થેટીક ડાયમંડના નિકાસનું લાયસન્સ ધરાવે છે. કસ્ટમ વિભાગે
નોટિસ વગર રેડ કરી છે. રૃા.60 લાખથી વધુ  ડયૂટી
ઇવેઝન હોય ત્યાં સુધી કસ્ટમ્સ એક્ટના સેકશન-104મુજબ ધરપકડ કરી શકાય નહી. કસ્ટોડીયલ
ઇન્ટ્રોગેશનની જરુર નથી. જેના વિરોધમાં સરકારપક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ
કસ્ટમ્સ સુપ્રિન્ટેન્ટન્ડ એ.કે.સિંગની એફીડેવિટ રજુ કરી જણાવ્યું હતું કે
, સિન્થેટીક ડાયમંડના લાયસન્સની
આડમાં 10 ગણઆ રિયલ ડાયમંડ એક્સપોર્ટ કરતા પકડાયા છે. આ કેસમાં સંભવિત સ્મગલીંગ તથા
હવાલા કૌભાંડની આશંકા છે. જેથી કસ્ટોડીયલ ઇન્ટ્રોગેશનની જરુરીયાત છે. શકદાર સમન્સ છતા
હાજર નહી થઇ તપાસમાં સહકાર આપતા નથી.

<

p class=”MsoNormal”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s