ઘરબેઠા પાર્ટટાઈમ બિઝનેસમાં કમાવાની લાલચમાં યુવાને રૂ.3.11 લાખ ગુમાવ્યા


– જેટલી રકમનું શોપિંગ કરો તેનાથી પાંચ ટકા વધુ રકમ મળશે

– વિદેશ જવા ઈંગ્લીશ કોચીંગ લેતા નાના વરાછાના યુવાને વ્હોટ્સએપ પર આવેલા મળેલી બિઝનેસ ઓફર મુજબ શોપિંગ કર્યા બાદ છેતરાયો

સુરત, : ઘરે બેઠા પાર્ટટાઈમ કામ કરી પૈસા મેળવવાની લાલચમાં વધુ એક યુવાને રૂ.3.11 લાખ ગુમાવ્યા છે. વિદેશ જવા અંગ્રેજીના ક્લાસ કરતા નાના વરાછાની તુલસીશ્યામ સોસાયટીના નિકુંજ બોધરાએ વ્હોટ્સએપ પર આવેલા પાર્ટટાઈમ બિઝનેસ ઓફરના મેસેજમાં કહ્યા મુજબ ટેલી રકમની ઓનલાઈન વસ્તુ ખરીદી તેના બદલામાં વધુ રકમ એકાઉન્ટમાં જમા થયા બાદ રૂ.3.11 લાખની વસ્તુ ખરીદતા ઠગોએ તેના બદલામાં વધુ રકમ જમા કરવાને બદલે રૂ.85 હજાર જમા કરવા કહેતા યુવાનને ઠગાયાની જાણ થઈ હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ અમરેલીના સાવરકુંડલાના ધાર ગામનો વતની અને સુરતમાં નાના વરાછા શ્યામધામ ચોક પાસે તુલસીશ્યામ સોસાયટી ઘર નં.14 માં રહેતો 25 વર્ષીય નિકુંજ અશોકભાઈ બોઘરા હાલ વિદેશ જવા માટેની તૈયારી કરી રહ્યો છે. અંગ્રેજીના ક્લાસ બાદના સમયમાં ઘરે બેસીને કામ કરવા ઇચ્છુક નિકુંજના વ્હોટ્સેપમાં ગત 28 જુને પાર્ટ ટાઈમ ઓનલાઈન બિઝનેસ ઓફરનો મેસેજ આવતા તે તેને અનુસર્યો હતો. તેમાં ઓનલાઈન જેટલી રકમની ખરીદી કરે તેના પાંચ ટકા કમિશનની વાત કરી મેસેજ કરનારે નિકુંજ પાસે ઓનલાઇન બે-ત્રણ વસ્તુની ખરીદી કરાવી તે રકમથી પાંચ ટકા વધુ રકમ પરત તેના એકાઉન્ટમાં જમા કરાવતા નિકુંજ લલચાયો હતો.

ત્યાર બાદ તેણે રૂ.1 લાખની મોંઘી વસ્તુઓ મળી કુલ રૂ.3,10,570 ની ખરીદી કરી હતી. જોકે, તેમાં કોઈ રકમ પરત જમા થઈ નહોતી. નિકુંજે ફોન કરતા સિસ્ટમમાં એરર છે કહી બીજા દિવસે ફોન કરવા કહ્યું હતું. નિકુંજે બીજા દિવસે ફોન કર્યો તો તેને બીજા રૂ.85 હજાર જમા કરવા કહેતા નિકુંજને ઠગાઈ થઈ છે તેનો ખ્યાલ આવી ગયો હતો. આથી તેણે વધુ રકમ જમા કરવાને બદલે આ અંગે સરથાણા પોલીસ મથકમાં ગતરોજ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે જે નવ બેન્ક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાયા હતા તેને ફ્રીઝ કરવા તજવીજ હાથ ધરી છે.

અગાઉ લીંબાયતના મિકેનિકલ એન્જીનીયર પાસેથી પાર્ટ ટાઈમ જોબના નામે આ રીતે જ રૂ.79,802 પડાવાયા હતા

નિકુંજ પાસેથી જે રીતે રૂ.3.11 લાખ પડાવાયા છે તેવી જ રીતે અગાઉ સુરતના લીંબાયત વિસ્તારમાં રહેતા મિકેનિકલ એન્જીનીયર વિનાયક જીતેશચંદ્ર વડોલીવાલા પાસે પાર્ટ ટાઈમ જોબના નામે રૂ.79,802 પડાવાયા હતા.વિનાયકની આર્થિક સ્થિતી સારી ન હોય તેણે પાર્ટ ટાઈમ જોબ માટે ગુગલ પર સર્ચ કર્યા બાદ વ્હોટ્સએપ પર અજાણ્યાએ મેસેજ કરી બાદમાં લીંક મોકલી શરૂઆતમાં નાની વસ્તુની ઓનલાઇન ખરીદી કરાવી તે રકમથી વધુ રકમ પરત કરી લલચાવ્યા બાદ મોંઘી વસ્તુની ખરીદી કરાવી રૂ.79,802 પડાવી તે રકમ પરત મેળવવા રૂ.26 હજાર માંગ્યા હતા.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s