ઇસ બાર બચ ગયા હૈ, અગલી બાર માર દેંગે: હત્યા કરનારના નાના ભાઇને બંધક બનાવી જવલનશીલ પદાર્થ નાંખતા હાલત ગંભીર


– વતન યુ.પી.માં હોળી વેળા પિતરાઇઓ વચ્ચે સામાન્ય ઝઘડામાં હત્યા કરી હતી, બદલો લેવા હત્યારાના નાના ભાઇને બંધક બનાવ્યો

સુરત
હોળીના તહેવાર દરમિયાન સામાન્ય બાબતના ઝઘડામાં મોટા ભાઇની હત્યા કરનારના ભાઇને પાંડેસરા જીઆઇડીસીમાં અવાવરૂ જગ્યાએ બંધક બનાવી તેના ઉપર જવલનશીલ પદાર્થ નાંખી ઇસ બાર બચ ગયા હૈ, અગલી બાર માર દેંગે એમ કહી ગંભીર ઇજા પહોંચાડનાર બે પિતરાઇ ભાઇ અને તેના બે ભાણેજ સહિત ચાર વિરૂધ્ધ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાય છે.
વડોદના ગુરૂકૃપા નગરમાં લાલધારીના મકાનમાં રહેતો અને લુમ્સ કારખાનાનો કારીગર રાજેશ ગોપાલ રાયદાસ (ઉ.વ. 30) ગત રાત્રે પાંડેસરા જીઆઇડીસીમાંતી પસાર થઇ રહ્યો હતો. તે દરમિયાન તેના હમવતની પિતરાઇ ભાઇ અખિલેશ સુમેર રાયદાસ, શ્યામુ સુમેર રાયદાસ તથા તેના ભાણેજ શિવમકુમાર રાયદાસ, પ્રમોદકુમાર રાયદાસ (ચારેય રહે. હાલ બી 11, પટેલનગર, હીરાનગર નજીક, પાંડેસરા અને મૂળ. મોહેરપુરોહા ગામ, તા. અતરૈયા, જિ. હમીરપુર, યુ.પી) એ રસ્તામાં આંતરી માર મારી જીઆઇડીસીની આરમો કંપનીની પાછળના અવાવરૂ જગ્યા પર લઇ જઇ બંધક બનાવી તેના પર જવલનશીલ પદાર્થ નાંખ્યો હતો. જેથી રાજેશે બુમાબુમ કરતા લોકો દોડી આવતા ચારેય જણા ઇસ બાર બચ ગયા હૈ, અગલી બાર માર દેંગે એવી ધમકી આપી ભાગી ગયા હતા. ઘટનાની જાણ થતા પાંડેસરા પોલીસ દોડી આવી હતી અને ગંભીર રીતે દાઝેલા રાજેશને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઇ ગયા હતા.

પોલીસ સમક્ષ રાજેશ જણાવ્યું હતું કે ગત હોળીના તહેવાર ટાંણે વતન મોહેરપુરોહા ગામ ખાતે સામાન્ય ઝઘડામાં તેના મોટા ભાઇ દિનેશ રાયદાસે અખિલેશના મોટા ભાઇ સર્વેશ રાયદાસની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી હતી. જેની અદાવતમાં માર મારી બંધક બનાવી જવલનશીલ પદાર્થ નાંખ્યો હતો.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s