સુરતમાં ગરીબ આવાસ માટે ફોર્મ વિતરણ સાથે જ ચીટરો પણ મેદાનમાં


પૈસા આપશો
તો આવાસ મળી જશે તેવો ચીટરો-દલાલોનો દાવો!ઃ ભૂતકાળમાં અનેક લોકો ઠગાઇનો ભોગ બની ચૂકયા
છે

સુરત,

સુરતમાં જુદા જુદા વિસ્તારમાં  આવાસ માટેના ફોર્મ વેચવાનુ શરૃ થયાંની સાથે જ આવાસ
અપાવવાના નામે ચીટરોની ફુટી નિકળ્યા છે. પૈસા લઈને આવાસ મળે તેવું ચિત્ર ઉભુ કરીને
ચીટરો ગરજાઉ અરજદારો પાસે પૈસા વસુલવાનું શરૃ કરી દીધું છે. આ વાત ધ્યાને આવતા મ્યુનિ.એ
અરજદારોને જાગૃત કરવા કામગીરી શરૃ કરી છે.

સુરતમાં શહેરમાં અત્યારસુધી 77
હજારથી વધુ આવાસ બનાવી મ્યુનિ.એ ફાળવણી કરી છે. ભૂતકાળમાં આવા આવાસ લેવા માટે ઉત્સાહ
નહોતો, હવે ધસારો થઇ રહ્યો છે. હાલમાં જ ૮૨૭૯ આવાસ ફાળવવા ફોર્મ વિતરણ શરુ કરાયું તેમાં
૪૫ હજારથી વધુ ફોર્મ ઉપડી ગયા છે. લકી ડ્રો દ્વારા આવાસની ફાળવણી થવાની છે. જોકે, આ
આવાસ અપાવવા માટે લેભાગુ તત્વો મેદાનમાં આવી ગયા છે.  આ ચીટરો દલાલો પૈસા આપો તો આવાસ મળી જશે તેવો દાવો
કરવા લાગ્યા છે.

<

p class=”12News0″ style=”text-align:justify;”>જેથી મ્યુનિ. તંત્રએ  અરજદારો છેતરાઇ નહી તે માટે કામગીરી શરૃ કરી છે.આગામી
દિવસોમાં આ માટે જાગૃત્તિ આવે તે માટે સોશ્યલ મિડિયા અને પાલિકા કચેરીમાં જાહેરાત પણ
કરશે. ભુતકાળમાં આવા ચીટરો પાસે અરજદારોએ પૈસા ગુમાવ્યા હોવાની અનેક ફરિયાદ બહાર આવી
હતી. અને હાલ આવાસના ફોર્મ સાથે આવા લોકો ફરતાં થયાં હોવાની ફરિયાદ મળતાં પાલિકા તંત્રએ
તકેદારીના ભાગ રૃપે તમામ ઝોન કચેરીએ ફોર્મ માટેની માર્ગદર્શન આપવા ટેબલ મુકવાનો નિર્ણય
કર્યો છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s