સુરતના એક પરિવાર માટે ગાય પ્રાણી નહીં પરંતુ પરિવારનું સભ્ય


– ગાયની પ્રસુતી વખતે વાછરડીને મોઢાથી શ્વાસ આપી બચાવી અને તેના જન્મની કરી ઉજવણી

– ડેરી ઉદ્યોગ સાથે સંકળાયલા પીંજરતના ખેડુતને ત્યા દરેક ગાયના નામ રાખવામાં આવ્યા છેઃ પત્નીને એનેર્વસરી ગિફ્ટમાં આપી ગાય

સુરત,તા.11 ઓગષ્ટ 2021,બુધવાર 

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના પીંજરત ગામના એક પશુપાલકન ત્યાં  ડેરીના ઉદ્યોગ સાથે સંકળાયેલને ત્યાં ગાય છે પરંતુ તેને તેઓ પશુ તરીકે નહીં પરંતુ પરિવારના સભ્યો તરીકે રાખી રહ્યા છે. હાલમાં આ ખેડુતને ત્યાં રાત્રીના સમયે ગાયની પ્રસુતી થઈ તેમાં કેટલીકસમસ્યા આવી ત્યારે વાછરડું શ્વાસલેતું ન હતું તેથી પશુપાલકે તેના મોઢાથી શ્વાસ આપીને વાછરડાને બચાવી લીધું હતું. આટલું જ નહીં પરંતુ આ વાછરડાના જન્મની ખુશીમાં બાળકોમાં આઈસ્ક્રીમનું વિતરણ કરવા સાથે બાળકોમાં ગાય અંગેની જાગૃત્તિ ફેલાવવા માટેનો પ્રયાસપણ કર્યો છે.

સુરત શહેરમાં હાલ ગેરકાયદે દબાણ સાથે સાથે રખડતા ઢોરનો પ્રશ્ન ખુબ જ જટીલ છે શહેરમાં પશુપાલકો પોતાના પશુઓને રસ્તા પર રખડતા મુકી દે છે તેની સામેગ્રામ્ય વિસ્તારમાં પશુઓ સાથે અનોખી લાગણીથી પશુપાલકો જીવી રહ્યાં છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના નાનકડા એવા પીંજરત ગામમાં પાદર નજીક રહેતાં હેમંત પટેલ પશુપાલન અને ડેરીના ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. તેઓએ જ્યારે પશુપાલન માટે ગાય લીધી ત્યારે તેમને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે તેઓને ગાય સાથે આટલી આત્મીયતા થઈ જશે. તેઓ જ્યારે ગાય લેવા માટે સૌરાષ્ટ્ર ગયાં ત્યારે તેમના એક મિત્ર હાથીસિંહ બાપુના ફાર્મમાં દરેક ગાયોને નામથી બોલવાતા અને ગાયો આવતી હતી. આ જોયા બાદ તેઓએ પણ ગાયના નામ પાડવાનું શરૃ કર્યું.

તેમની સાથે ડેરી અને પશુપાલન ઉદ્યોગ સાથે તેમના પત્ની એકતા પણ સાથે છે તેમના લગ્નની એનર્વસરી હતી ત્યારે તેઓએ કોઈ ગાડી કે સોનુંભેટ આપવાના બદલે પત્નીને ગીફ્ટમાં એક ગાય આપી છેતેનું નામ રાધા પાડવામાં આવ્યું છે. આ ઉપરાંત જે બે ગાય છે તેમાં એકનું નામ રાધા અને એકનું નામ ગૌરી છે. તેઓ કહે છે, ભગવાન શ્રી કૃષ્ણને ગાયો પસંદ હતી તેથી અમે તેમની સાથે સંકળાયેલા નામ છે તે નામ જ રાખીએ છીએ. અમે ગાયના નામ રાખીએ છીએ અને તેમની સાથે આત્મીયતા ભર્યો વહેવાર કરીએ છીએ તેથી અમે જે ગાયને બોલાવીએ તે ગાય જવાબ પણ આપે છે. 

ગત 7 ઓગષ્ટના રાત્રીના અમારી ગાય ગોપીની પ્રસુતી થઈ હતી તેમાં કેટલીક સમસ્યા ઉભી થતાં બચ્ચુ શ્વાસ લેતું ન હતું. ડોક્ટરપાસે જઈએ તો વાર લાગે તેમ હોવાથી અમે તેને મોઢાથી શ્વાસ આપીને અમે જાણીએ છે તેવી સારવાર તાત્કાલિક કરી હતી તેથી તેનો જીવ બચી ગયો છે. અમારી ગાયનું જે બચ્ચુ આવ્યું છે તેનું નામ અમે અગાઉ મરી ગયેલી વાછરડીનું નામ છનછન રાખ્યું છે. ગામડામાં તો પશુઓ પ્રત્યે લોકોની લાગણી હોય છે અને જાણકારી હોય છે તેથી શહેરમાં રહેતાં અમારા મિત્રોની સોસાયટીમાં જઈને અમે વાછરડાના જન્મ માટે બાળકોને આઈસ્ક્રીમ ખવડાવી હતી. આટલું જ નહીં પરંતુ બાળકોને ગાય અંગેની માહિતી આપવામાં આવી હતી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s