સિવિલનાં હડતાળ પર ઉતરેલા ડાક્ટર્સને આઇએમએ નું સમર્થન

– સિવિલમાં
પાંચ દિવસમાં એમ.એલ.સી. કેસ માત્ર
16 : તાત્કાલિક વિભાગમાં ડેઇલી 50ની જગ્યાએ 10 દર્દી

         સુરત:

રાજ્યભરમાં
બોન્ડના સમયમાં ફેરફાર સહિતના પડતર પ્રશ્નનોના મુદે રેસિડેન્ટ ડોકટરોએ આજે
મંગળવારે પણ હડતાલ જારી રાખી છે. ઇન્ડિયન મેડીકલ એસોસીયેશન (આઇ.એમ.એ) સુરત
બ્રાન્ચે આજ રોજ હડતાળ પર ઉતરેલા ડોકટરોને સર્મથન આપ્યુ છે. નવી સિવિલમાં હડતાલના
પગલે એમ.એલ.સી કેસના દર્દીઓની સંખ્યામાં અને ટ્રોમા સેન્ટરમાં આવતા દર્દીઓમાં
ખાસ્સો ઘટાડો થયો છે.

સુરત નવી
સિવિલમાં હડતાલના પગલે વિવિધ ઓ.પી.ડીમાં પ્રતિદિન સારવાર માટે આવતા
300 થી 400 દર્દી, દાખલ 100 થી125 દર્દી અને  સર્જરીમાં ઘટાડો થયો છે.
આ સાથે નવી સિવિલના ટ્રોમા સેન્ટરમાં તાત્કાલિક સારવાર વિભાગમાં મેડિકલ લીગલ કેસ (
એમ.એલ.સી)માં પણ સતત ઘટાડો થયો છે. હડતાલ પહેલા તાત્કાલિક સારવાર વિભાગમા પ્રતિદિન
એમ.એલ.સી કેસના
50થી વધુ દર્દીઓ સારવાર માટે આવતા હતા.જોકે હાલમાં
10 જેટલા દર્દી આવે છે.જયારે છેલ્લા પાંચ દિવસમા એમ.એલ.સી કેસના
16 દર્દી વોર્ડમાં દાખલ છે.હડતાલ પર ઉતરેલા સિવિલના રેસીડન્ટ
ડોકટરોને સુરત આઇ.એમ.એ. દ્વારા સમર્થન મળ્યુ છે. આઇ.એમ.એના પ્રમુખ ડો.હિરલ શાહે કહ્યુ
કે કોરોના કાળામાં રેસીડન્ટ ડોકટરો ખડેપગે દર્દીઓની સેવા કરી છે.જેથી સરકારે તેમની
માંગણી સ્વીકારવી જોઇએ.જયારે ગુજરાત ભરના જે.ડી.એ.ના હોદેદારો અમદાવાદ ખાતે એકત્ર થયા
છે અને તમામ ડોકટરો વચ્ચે બેઠક કરવામાં આવી હતી.જોકે સરકાર દ્વારા કોઇ માંગણી સ્વીકારવા
નહી આવતા હડતાલ યથાવત રાખી હોવાનું ડોકટરે કહ્યુ હતુ.

 – હાલમાં
હડતાળ પુરી કરો પછી કમિટી બનાવી રજૂઆત સાંભળીશું : આરોગ્ય અધિકારી

<

p class=”12News”>ગર્વમેન્ટ
મેડિકલ કોલેજના ડિન ડો.તમ્ભરા મહેતાએ જણાવ્યુ કે આજે બપોરે મેડીકલ કોલેજ ખાતે
વિડીયો કોન્ફરન્સ કરવામાં આવી હતી.જેમાં નાયબ મુખ્ય મંત્રી નિતીન પટેલ
,આરોગ્ય સચિવ મનોજ
અગ્રવાલ સહિતના આરોગ્ય અધિકારી સાથે  તમામ
મેડીકલ કોલજના ડીન
, તબીબી અધિક્ષક, સિનિયર
ડોકટરો સાથે આ મુદ્દે 
3 થી4 કલાક સુધી ચર્ચા કરવામાં આવી હતી.બાદમાં મંત્રી
તથા આરોગ્ય અધિકારીએ કહ્યુ કે હાલમાં વિદ્યાર્થીઓ હડતાલ સમેટી લે અને બોન્ડેડ
ડોકટરો પોતાના સ્થળે  ફરજ પર જોડાઇ જાય.
બાદમાં કમિટી બનાવીને તેઓની વિવિધ રજુઆત સાંભળવામાં આવશે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s