વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન ઉપર એન્ટી સબસિડી ડયુટી લાગુ નહી થાય

-મેન મેઇડ ફાયબર ઇન્ડસ્ટ્રીની અરજી DGTR
કાઢી નાંખીઃ યાર્નનો
85 ટકા વપરાશ સુરતમાં યાર્ન સસ્તું નહી થાય પણ મોંઘુ થતું અટકશે

        સુરત

ચીનથી
આયાત થતાં વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન પર એન્ટી સબસીડી ડયૂટી લાદવા અંગેની એસો. ઓફ
મેન મેઇડન ફાયબર ઇન્ડસ્ટ્રીઝ ઓફ ઇન્ડિયાની અરજી ડિજીટીઆરએ કાઢી નાખી છે. ડિજીટીઆર
સમક્ષ છેલ્લાં એક વર્ષથી આ અરજી પેન્ડિંગ પડી હતી.

ડિરેકટોરેટ
જનરલ ઓફ ટ્રેડ રેમેડીઝએ (ડિજીટીઆર) સોમવારે ચાઇનાથી આયાત થતા
60 ડેનીયરથી ઉપરના
વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન ઉપર કોઇપણ પ્રકારની એન્ટી સબસિડી ડયુટી નહી લાદવા નિર્ણય
લીધો હતો. આ નિર્ણયને કારણે સુરતની ઇન્ડસ્ટ્રીઝને જે કવોલિટી પ્રોડક્ટ મળતી હતી
,
તે હવે મળવાનું ચાલુ રહેશે. સુરતમાં બનતા આંતરરાષ્ટ્રીય કક્ષાના
કાપડના નિકાસમાં વધારો થશે. આ યાર્નનો વાષક વપરાશ સમગ્ર દેશનો અંદાજે
75 હજાર ટન છે, જેમાંથી 40 હજાર
ટન સ્થાનિક ઈન્ડસ્ટ્રીઝ દ્વારા પુરૃ પાડવામાં આવે છે.

વિસ્કોસ
યાર્ન વપરાશકારો ઈમ્પોર્ટેડ યાર્ન પર એટલાં માટે આધાર રાખતાં હતાં કારણ કે ઉત્પાદિત
સ્થાનિક યાર્ન ગુણવત્તાવાળું નહોતું. ૨૦૧૮થી ૨૦૨૧ દરમિયાન વિવિગ ઇન્ડસ્ટ્રીઝે
કરેલા મશીનરીમાંના અપગ્રેડેશનને કારણે ગુણવત્તાયુક્ત યાર્ન ઉપયોગમાં લેવા સિવાય
છૂટકો જ નહોતો. સુરતમાં આ યાર્ન વપરાશકારોની સંખ્યા અંદાજે અઢીસો જેટલી છે. એન્ટી
સબસીડી ડયુટી લાદવાની અરજી કાઢી નંખાઇ હોવાથી યાર્ન સસ્તું નહીં થાય. પરંતુ મોંઘું
થતાં અટકશે એમ બમરોલીના વિવર સુરેશ પટેલે કહ્યું હતું. વિસ્કોસ ફિલામેન્ટ યાર્નનો
85 ટકા જેટલો વપરાશ
સુરતમાં થાય છે.

ટેકસટાઇલ
ક્ષેત્રે વિવિંગ અને નિટિંગમાં વપરાશ કરવામાં આવતા કી રોમટિરિયલ્સ ઉપર કોઇપણ જાતની
એન્ટી ડમ્પીંગ
, સીવીડી તથા એડીશનલ ડમ્પીંગ ડયુટી નહીં લાગુ કરવામાં આવે તેવી ફિઆસ્વી,
સુરત વિસ્કોસ વિવર્સ એસો., પાંડેસરા વિવર્સ
કો-ઓ.સોસા. લિ.અને વેડ રોડ આર્ટ સિલ્ક સ્મોલ સ્કેલ કો-ઓ. ફેડ.લિ.ની ભલામણ ચેમ્બર
ઓફ કોમર્સ
, સુરત વિસ્કોસ વિવર્સ એસોસીએશને સરકાર સમક્ષ મુકી
હતી.

<

p class=”12News”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s