વિવિંગ ઇન્ડસ્ટ્રીમાં માંડ પાંચ ટકા કારીગરોને વેક્સિન આપી શકાઇ છે

-ઓલપાડની
અંજની ઇન્ડસ્ટ્રીમાં
50 હજાર જેટલા કારીગરોને રસી આપવાની જવાબદારી અગ્રણીઓએ ઉઠાવી

સુરત,

ઓલપાડ
નજીકના અંજની ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં કામ કરતાં કારીગર વર્ગને વેક્સિન આપવાની જવાબદારી
અગ્રણીઓએ ઉઠાવી છે. છેલ્લાં
5 દિવસમાં અંદાજે 4 હજાર કારીગરોને વેક્સિન અપાઇ છે. જોકે,
95 ટકા કારીગરે હજુ વેક્સિન લેવાની બાકી છે.

પરપ્રાંતીય
કારીગર વર્ગને સરળતાથી રસી આપી શકાય તે માટે વેક્સિનેશન સેન્ટર કારખાનેદારોના
સહકારથી શરૃ થયું છે અને છેલ્લાં પાંચ દિવસથી રોજેરોજ લાંબી લાઈનો લાગી રહી છે.
વહીવટી તંત્ર તરફથી મર્યાદિત સંખ્યામાં રસીનો જથ્થો ફાળવવામાં આવતો હોવાને કારણે
લાઇનમાં ઊભેલાં બધાં કારીગરોને વેક્સિન આપી શકાતી નથી. ઘણી વખત
500 જેટલા કારીગરો પરત
થાય છે.

રસીનો
વધુમાં વધું જથ્થો ફાળવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે
, એમ અંજની ઇન્ડસ્ટ્રીયલ
એસ્ટેટના વિજય માગૂકીયાએ કહ્યું હતું. 
અંજની ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં કામ કરતા પરપ્રાંતિય મજૂરોની સંખ્યા સૌથી વધુ
છે. અંદાજે
50 હજાર જેટલા કામદારો આ વિસ્તારમાં કામ કરે છે.
છેલ્લા પાંચ દિવસ દરમિયાન માંડ
4 હજાર કારીગરોનુ વેક્સિનેશન
થઈ શક્યું છે. રવિવારના રોજ એક જ દિવસમાં સૌથી વધુ
1320
જણાને વેક્સિન આપી શકાઇ હતી.

<

p class=”12News0″> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s