લેણાં પેટે ચુકવેલા ચેક રીટર્ન કેસમાં આરોપીને ત્રણ માસની કેદ


સુરત

મિત્રતાના સંબંધમાં આરોપીએ ધંધાના વિકાસ માટે લીધેલા 1.03 લાખના લોનના લેણાંની ચુકવણી પેટે આપેલા ચેક રીટર્નનો કેસ સાબિતઃફરિયાદીને બમણી રકમ વળતર પેટે ચુકવવા હુકમ

આજથી
સાતેક વર્ષ પહેલાં મિત્રતાના સંબંધના નાતે ધંધાકીય વિસ્તરણના હેતુ માટે વ્યાજે
આપેલા રૃ.1.03 લાખના પેમેન્ટ તરીકે આપેલા ચેક રીટર્ન કેસમાં આરોપીને આજે એડીશ્નલ
ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ ઋત્વિક ત્રિવેદીએ દોષી ઠેરવી ત્રણ માસની કેદ
,ચેકની બમણી રકમ રૃ.2.06 લાખનોદંડ તથા આરોપી દંડ ભરે તો ફરિયાદીને રૃ.2 લાખ વળતર તરીકે ચુકવવા હુકમ કર્યો
છે.જો આરોપી દંડ ન ભરે તો વધુ એક માસની કેદની સજા ભોગવવા કોર્ટે નિર્દેશ આપ્યો છે.

અડાજણ
આનંદ મહેલ રોડ સ્થિત નિલકમલ સોસાયટીમાં રહેતા ફરિયાદી મે.ગોવર્ધન એન્ટર પ્રાઈઝના
ફરિયાદી સંચાલક જિગ્નેશ વિજય પટેલને ઈલેકટ્રોનિક્સના ધંધા સાથે  સંકળાયેલા આરોપી પ્રશાંત મનહરલાલ
જરીવાલા(રે.રેણુકામાતાની શેરી
,રાણી તળાવ ડબગરવાડ) સાથે મિત્રતાના સંબંધ હતા.જે દરમિયાન આરોપીને ધંધાના
વિસ્તરણ માટે નાણાંકીય જરૃર પડતાં વર્ષ-2013ના રોજ માસિક 1.5 ટકાના વ્યાજે ફરિયાદી
પાસેથી રૃ.1.03 લાખની લોન લીધી હતી.જેના નિયમિત હપ્તા ભરવાની બાંહેધરી આપ્યા બાદ
બે માસમાં જ આરોપીએ હપ્તા ભરવામાં આનાકાની કરતા ફરિયાદીએ પેમેન્ટ પેટે આરોપીએ લખી
આપેલા ચેક બેંકમાં વટાવવા નાંખ્યા હતા.જો કે આરોપીના ખાતામાંથી  અપુરતા ભંડોળના શેરા સાથે પરત ફરતા ફરિયાદીએ
હેમંત જરીવાલા મારફતે આપેલી નોટીસનો અમલ ન કરતાં આરોપી વિરુધ્ધ કોર્ટ ફરિયાદ
નોંધાવી હતી.

છેલ્લાં
સાતેક વર્ષ સુધી આરોપીની સતત ગેરહાજરીના કારણે કેસ કાર્યવાહીમા વિલંબ થયો હતો.આજે આ
કેસની અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવતાં કોર્ટે રેકર્ડ પરના પુરાવા તથા ફરિયાદીપક્ષની
રજૂઆતોને માન્ય રાખી આરોપીને ચેક રીટર્ન કેસમાં દોષી ઠેરવી ઉપરોક્ત કેદ તથા દંડની સજા
ફટકારી છે.

<

p class=”MsoNormal”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s