લીંબાયતમાં ફરી ગેંગવોરના એંધાણ : અગાઉ જેને લીધે હત્યા થઈ તે રાકેશ વાઘના ઘરે જઈ ધમકી


– અબ વો છૂટ ગયે હે, દોબારા મિલેગા તો હાથ પૈર તોડ દૂંગા

– જેલમાંથી છૂટેલા માથાભારે કૈલાશના સાગરીતો સામે ફરિયાદ : જેલમાં રાકેશ વાઘ સાથે મનીયા ડુક્કરના ઝઘડા બાદ ગણેશ પાટીલની હત્યા થઈ હતી

સુરત, : સુરતના લીંબાયત વિસ્તારમાં ફરી ગેંગવોરના એંધાણ વર્તાઈ રહ્યા છે. જેલમાંથી છૂટેલા માથાભારે કૈલાશના સાગરીતોએ ગેંગવોરમાં અગાઉ જેને લીધે હત્યા થઈ હતી તે રાકેશ વાઘના ઘરે જઈ તેને ધમકી આપી હતી. ઉલ્લેખનીય છે કે એક વર્ષ અગાઉ જેલમાં રાકેશ વાઘ સાથે કુખ્યાત મનીયા ડુક્કરનો ઝઘડો થતા તેની અદાવતમાં હુમલામાં જ ગણેશ પાટીલની હત્યા થઈ હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ મહારાષ્ટ્રના જલગાંવનો વતની અને સુરતમાં લીંબાયત આસપાસનગર વિભાગ 2 ગલી નં.2 ઘર નં.122 માં રહેતો 25 વર્ષીય રાકેશ ગોરખ વાઘ માર્કેટમાં મજૂરીકામ કરે છે. જોકે, રાકેશ માથાભારે છે અને અગાઉ અવારનવાર પોલીસના હાથે પકડાતા જેલ હવાલે પણ થયો છે. આવા જ એક ગુનામાં જેલમાં બંધ રાકેશ વાઘ અને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી જેલ હવાલે કરેલા મનીયા ડુક્કર વચ્ચે ઝઘડો થતા આસપાસનગરમાં એક વર્ષ અગાઉ માથાભારે મનીયા ડુક્કર ગેંગના ત્રણ સાગરીતોએ માથાભારે રાકેશ વાઘની માતા સહિત સાત ઉપર હુમલો કરતા ગણેશ સાહેબરાવ પાટીલનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. લીંબાયત પોલીસે આ બનાવમાં મનીયા ડુક્કર ગેંગના ત્રણેય સાગરીતોને ઝડપી પાડી તે પૈકી એક સાગરીતે હુમલા સમયે પોતાની પાસે હથિયાર હોવાની કબૂલાત કરતા પોલીસે આર્મ્સ એક્ટની કલમનો પણ ઉમેરો કરી કાર્યવાહી હાથ ધરી હતી.

દરમિયાન, ગતરાત્રે 11.45 કલાકે રાકેશ અને તેના પરિવારના સભ્યો ઘરે હાજર હતા ત્યારે ત્યાં આવેલો તેનો મિત્ર ક્રિષ્ણા માંગ તેના ઘરે જવા નીકળ્યો હતો. જોકે, તરત જ તે દોડતો પાછો આવ્યો હતો અને રાકેશને કહ્યું હતું કે સાગર ઉર્ફે ઘોડો તેના મિત્રો સાથે મોપેડ પર અહીં આવે છે. રાકેશે ઘરની બહાર નીકળી જોયું તો ઘરની સામે મોપેડ પર સાગર, જગદીશ ઉર્ફે સેન્ડીયો, ગણેશ વાઘ અને દાંતલીયા ( તમામ રહે.દ્વારકેશનગર, લીંબાયત, સુરત ) ઉભા હતા. સાગર ઉર્ફે ઘોડાએ રાકેશને ધમકી આપી હતી કે પહેલે તો તેરે ઘર પે કૈલાશભાઈ ઔર રાવણભાઈને હમલા કરવાયા થા, અબ વો છૂટ ગયે હે, અબ દોબારા જો મિલેગા ઉસકે હાથ પૈર તોડ દૂંગા. ધમકી આપી તેઓ ચાલ્યા જતા રાકેશે લીંબાયત પોલીસ સ્ટેશન પહોંચી ચારેય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

કૈલાશ અને રાવણ રીઢા ગુનેગાર : રાવણ કુખ્યાત દયાવાન ઉર્ફે બંટીનો ખાસ

કૈલાશ 8 વર્ષ બાદ જેલમાંથી છૂટેલો ત્યારે સાગરીતોએ ફટાક્ડા ફોડી, ઢોલ નગારા વગાડીને સ્વાગત કર્યું હતું

સુરત, : રાકેશ વાઘને ધમકી આપતી વેળા સાગર ઉર્ફે ઘોડાએ જેલમાંથી છૂટેલા જે બે આરોપીના નામ આપ્યા હતા તે કૈલાશ અને રાવણ રીઢા ગુનેગાર છે. લીંબાયતનો કૈલાશ આધાર પાટીલ ચારથી પાંચ હત્યામાં ઝડપાયો છે.

હત્યાના ગુનામાં જ સજા થતા ગત 8 જુલાઈના રોજ તે જેલમાંથી છૂટ્યો હતો. જોકે, કૈલાશની માથાભારે પ્રવૃત્તિને ધ્યાને લઇ જેલમુકત થયો તેના બીજા દિવસે એટલે કે તા. 9 જુલાઈના રોજ લિંબાયત પોલીસે કૈલાશ વિરૂધ્ધ અટકાયતી પગલા ભર્યા હતા. અટકાયતી પગલા બાદ કૈલાશ જામીન પર મુકત થતા તેના મિત્રોએ તેના સ્વાગતના કાર્યક્રમનું આયોજન કરી લિંબાયત શાંતિનગર વિસ્તારમાં ફટાકડા ફોડવાની સાથે ઢોલ-નગારા વગાડી તેનું સ્વાગત કર્યુ હતું.

જયારે ગણેશ પાટીલની હત્યામાં ઝડપાયા બાદ વચગાળાના જામીન ઉપર છૂટી ફરાર થયા બાદ ડિંડોલીમાં ટીઆરબી જવાન ઉપર હુમલો કરવાના ગુનામાં વોન્ટેડ અને તેના તે બનાવના થોડા દિવસો બાદ જ હરીફ સુલતાનના મિત્રની હત્યાનો પ્રયાસ કરનાર કુખ્યાત દયાવાન ઉર્ફે બંટીને ડિંડોલીમાં પોતાનું સામ્રાજ્ય ઉભું કરવામાં મદદ કરનાર લીંબાયત પરવત ગામ રત્નપ્રભા સોસાયટીમાં રહેતા 24 વર્ષીય રાવણ ઉર્ફે ગોપાલ નાનાભાઈ રાજપૂત વિરુદ્ધ લીંબાયત પોલીસ મથકમાં 10 ગુના નોંધાયા છે. ઉપરાંત, બારડોલી, સુરત રેલવેમાં દારૂના ગુનામાં ઝડપાયો છે. વર્ષ 2018 માં તેની બે વખત પાસા હેઠળ અટકાયત કરી ભાવનગર અને વડોદરા જેલમાં મોકલાયો હતો.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s