ત્રણ બાળકો સાથે સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય કરનાર સિક્યોરીટી ગાર્ડને આજીવન કેદ


સુરત


અડાજણની સોસાયટીમાં બાળકો પર મોબાઇલ ચોરીનો આક્ષેપ મુકી વોચમેનની કેબીનમાં કુકર્મ કરી ધમકી આપી હતી  ભોગ બનેલા બાળકોને રૃા.2 લાખ વળતર ચૂકવવા ભલામણ

ત્રણેક
વર્ષ પહેલાં અડાજણ વિસ્તારની સોસાયટીની અલગ અલગ વિંગમાં રહેતા ત્રણ સગીર બાળકોએ
મોબાઈલ ચોર્યો હોવાનો આક્ષેપ કરીને વોચમેનની કેબીનમાં જ એકથી વધુવાર સગીર બાળકો
સાથે સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચરનાર આરોપી સિક્યોરીટી ગાર્ડને આજે પોક્સો કેસોની
ખાસ અદાલતના  એડીશ્નલ સેશન્સ જજ દિલીપ
મહીડાએ પોક્સો એક્ટના ભંગ બદલ આજીવન કેદ
,રૃ.30 હજાર દંડ તથા દંડ ન ભરે તો વધુ એક
વર્ષની કેદની સજા ફટકારી છે. ત્રણેય ભોગ બનનાર બાળકોને કોર્ટે વીકટીમ
કોમ્પેન્સેશન  સ્કીમ હેઠળ દરેકને રૃ.2 લાખ
લેખે કુલ 6 લાખ વળતર ચુકવવા નિર્દેશ આપ્યો છે.

મૂળ
મધ્યપ્રદેશના પન્ના જીલ્લાના વતની તથા અડાજણ પાલનપુર ગામની સોસાયટીમાં સિક્યોરીટી
ગાર્ડ તરીકે ફરજ બજાવતા 33 વર્ષીય આરોપી બ્રિજેશ ઉમાશંકર તિવારી વિરુધ્ધ ભોગ બનનાર
તરૃણના ફરિયાદી પિતાએ તા.15-2-18ના રોજ સોસાયટીની અલગ અલગ વિંગમાં રહેતા ત્રણ સગીર
બાળકો સાથે એકથી વધુવાર સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચરી જાનથી મારી નાખવાની ધમકી
આપવા અંગે અડાજણ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપી વોચમેન બ્રિજેશ તિવારીએ
પોતાના મોબાઈલની ચોરીનો આક્ષેપ સોસાયટીના ભોગ બનનાર બાળકો પર મુકી ધાકધમકી આપીને
વોચમેનની કેબીનમાં બોલાવીને એકથી વધુવાર સૃષ્ટિ વિરુધ્ધનું કુકર્મ આચર્યું હતુ.

અડાજણ
પોલીસે પોક્સો એકના ગુનામાં તેની ધરપકડ કરી નિયત સમયમાં ચાર્જશીટ રજૂ કરી દીધું
હતું.જો કે આરોપીના બચાવપક્ષે આક્ષેપિત ગુનાને નકારી કાઢી ખોટી સંડોવણી કરી
હોવાનું જણાવ્યુ હતુ. ભોગ બનનાર બાળકોએ આરોપી વોચમેનનો મોબાઈલ ત્રણ વાર ચોર્યો
હોવાનો આક્ષેપ કરીને ફરિયાદ ન કરે તે માટે હાલની ખોટી ફરિયાદ કરી હોવાનો બચાવ લીધો
હતો. આરોપી પોતે સોસાયટીમાં જ્યાં નોકરી કરતાં હોય ત્યાં જ આવું દુષ્કૃત્ય આચરે
તેવી સંભાવના નથી. જેના વિરોધમાં એપીપી અરવિંદ વસોયાએ જણાવ્યું  હતું કે ભોગ બનનાર સગીર બાળકોએ આરોપીને ઓળખી
બતાવ્યો છે. બાળકો સાથે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ થયું હોવા અંગે તબીબી પુરાવાએ
સમર્થન આપ્યું છે. સમાજમાં નાના બાળકો સાથે આ પ્રકારના જાતીય ગુના વધતા જાય છે.
જેથી બાળકો બહાર નીકળતા પણ ડરતા હોઈ સમાજમાં દાખલો બેસાડી આવા ગુના અટકે તે માટે
આરોપીને મહત્તમ સજા કરી જોઇએ. કોર્ટે બંનો પક્ષોને સાંભળ્યા બાદ આરોપીને દોષી
ઠેરવી   આજીવન કેદ તથા દંડની સજા ફટકારી
છે.

બાળકોની સુરક્ષા માટે સિક્યુરીટી ગાર્ડ રખાય છે પણ રક્ષક જ ભક્ષક બને ત્યારે
સમાજમાં દાખલો બેસાડવો જરૃરી છેઃ કોર્ટ

      સુરત,મંગળવાર

આરોપી વોચમેન બ્રિજેશ તિવારીને પોક્સો એક્ટના ભંગ બદલ દોષી
ઠેરવતા ચુકાદામાં પોક્સો કેસોની અદાલતે મહત્વપુર્ણ નિર્દેશ આપ્યો છે. કોર્ટે
જણાવ્યુ  હતુ કે આરોપીએ ભોગ બનનાર નાદાન
બાળકો સાથે મોબાઈલ ચોરીના ખોટા આક્ષેપ કરીને ધાકધમકી આપીને સ્વેચ્છાપુર્વક સૃષ્ટિ
વિરુધ્ધનું કૃત્ય આચર્યું છે. સોસાયટીમાં પોતાના પરિવારના તથા બાળકોના સુરક્ષિત
રહે તે માટે સિક્યોરીટી ગાર્ડની વ્યવસ્થા કરે છે. પરંતુ જ્યારે રક્ષક જ પોતે ભક્ષક
બને ત્યારે નાના બાળકો સાથે થતાં જાતીય 
શોષણના વધતાં જતા ગુના અટકાવવા તથા સમાજમાં દાખલો બેસાડવો પણ જરૃરી છે.
જ્યારે આવા ગુના બહાર આવે ત્યારે સામાજિક જોખમ વહોરી અદાલત સમક્ષ પુરવાર થાય
ત્યારે આરોપીને ઓછી સજા કરવી એ સમાજ પ્રત્યે બેદરકારી દાખવવા સમાન છે.

<

p class=”MsoNormal”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s