ઓનલાઇન વિક્રેતાના 30 કિલો મિઠાઇના ઓર્ડરના બહાને ઠગ્યો: સુરત એરપોર્ટના આર્મીમેનના સ્વાંગમાં મિઠાઇ વિક્રેતાને રૂ. 1.46 લાખ ટ્રાન્સફર કરી લીધા


– ભેજાબાજે આર્મી કેન્ટીનનો કાર્ડ, આધાર-પાનકાર્ડની કોપી પણ મોકલીઃ પહેલા રૂ. 4 ટ્રાન્સફર કર્યા બાદ લિન્ક મોકલી વેપારીના જે પૈસા સેરવી લીધા

સુરત
મિઠાઇનો ઓનલાઇન વેચાણ કરતા વેસુ વીઆઇપી રોડના વેપારીને સુરત એરપોર્ટ પર ફરજ બજાવતા આર્મી ઓફિસરના નામે 30 કિલો મિઠાઇનો ઓર્ડર આપી એડવાન્સ પેમેન્ટના નામે લીંક મોકલાવી ભેજાબાજે અલગ-અલગ રકમના ટ્રાન્જેક્શન થકી રૂ. 1,46,499 ની મત્તા ઉપાડી લઇ વિશ્વાસઘાત કરનાર વિરૂધ્ધ ઉમરા પોલીસમાં ફરીયાદ નોંધાય છે.
વેસુ વીઆઇપી રોડ ફાયર સ્ટેશનની સામે સુમન સેલ આવાસમાં રહેતો ચિગ્નેશ ઉર્ફે જીગ્નેશ મણીલાલ પટેલ (ઉ.વ. 38) બમરોલીના હરિઓમ ઇન્ડસ્ટ્રીઝમાં ઉમીયા ટેક્સટાઇલ નામે લુમ્સનું કારખાનું ચલાવે છે અને મિઠાઇનો ઓનલાઇન વેપાર પણ કરે છે. પાંચેક દિવસ અગાઉ ચિગ્નેશના ફેસબુક આઇડી પર જાહેરાત જોઇ અજાણ્યા મોબાઇલ નંબર પરથી આર્મી ઓફિસર શીવચરણ તરીકેની ઓળખ આપી વ્હોટ્સઅપ પર હાયનો મેસેજ અને કોલ આવ્યો હતો. શીવચરણે એક કિલોના રૂ. 300 લેખે 30 કિલો મિઠાઇના ઓર્ડર આપ્યો આપી પોતાનો આર્મી કેન્ટીનનો કાર્ડ, આધારકાર્ડ, પાનકાર્ડ અને ફોટો વ્હોટ્સ પર મોકલાવી હાલમાં સુરત એરપોર્ટ પર નોકરી છે અને 3 દિવસ પછી ઓર્ડર લઇ જશે એમ કહ્યું હતું. ચિગ્નેશએ એડવાન્સ પેમેન્ટનું કહેતા દિનેશ નામની વ્યક્તિનો કોલ આવ્યો હતો અને પોતે શીવચરણનો ઉપરી ઓફિસર હોવાનું કહી આર્મીના નિયમ મુજબ ગુગલ પેથી પ્રથમ 4 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.

ત્યાર બાદ મોકલાવેલી લીંક ઓપન કરતા ચિગ્નેશના ખાતામાંથી રૂ. 9000 અને બીજા બે ટ્રાન્જેક્શન થકી રૂ. 43,000 હજાર ઉપાડી લીધા હતા. ભેજાબાજે ભુલથી રૂપિયા ઉપાડી લીધા છે અને રીફંડ કરવાના બહાને ચિગ્નેશનો ડેબિટ કાર્ડનો આગળ-પાછળનો ફોટો મંગાવી ઓટીપી મેળવી લઇ ત્રણ ટ્રાન્જેક્શન થકી વધુ રૂ. 39,999 મળી કુલ રૂ. 1,46,499 ઉપાડી લીધા હતા. જેથી ચિગ્નેશે તુરંત જ સુરત એરપોર્ટ પર જઇ તપાસ કરતા મિઠાઇનો કોઇ ઓર્ડર આપ્યો નથી એવું જાણવા મળતા આ અંગે ફરીયાદ નોંધાવી હતી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s