એરપોર્ટના રન-વેને નડતરરૃપ ૨૫ પ્રોજેક્ટના બાંધકામ 60 દિવસમાં દુર કરવા નોટિસ


એરપોર્ટ ઓથોરીટીએ આપેલી એનઓસીની મર્યાદામાં
બાંધકામ કરાયાનું અને મ્યુનિ.ના ડીસીઆર મુજબ વિકાસ પરવનાગી લેવાયાની રજૂઆત અગાઉ થઇ
હતી

        સુરત,

સુરતના એરપોર્ટના રનવે પર લેન્ડીંગમાં
પ્લેનને નડતી મુશ્કેલી દુર કરવા માટે એરપોર્ટ ઓથોરીટી દ્વારા સંખ્યાબંધ બિલ્ડીંગોને
નોટીસ આપવામાં આવી છે. આ નોટીસ થકી રનવેને નડતરરૃપ બિલ્ડીંગો 60 દિવસમાં દુર કરવા માટે
આદેશ કરાયો છે. નોટીસ મળતાં જ બિલ્ડીંગમાં વસવાટ કરનારાઓ દોડતાં થયાં છે. તો બીજી તરફ
આ બિલ્ડીંગ બનાવનારા બિલ્ડરો દ્વારા વિવિધ દસ્તાવેજી પુરાવા સાથે રજુઆત કરી છે અને
એક આરટીઆઈ એક્ટીવિસ્ટે કોર્ટમાં પણ પીટીશન દાખલ કરી છે.

સુરત એરપોર્ટ પર હાલમાં પ્રવાસીઓની
સંખ્યા અને ફ્લાઇટની સંખ્યા વધી ગઇ છે. ચાર વર્ષ પહેલા એરપોર્ટ ઓથોરીટી દ્વારા એરપોર્ટના
ફનલના છ કિલોમીટરની ત્રીજ્યામાં આવતાં બિલ્ડીંગોનો સર્વે કરાયો હતો.જેમાં 18 પ્રોજેક્ટના
76 બિલ્ડીંગ પ્લેન લેન્ડીંગમાં નડતરરૃપ હોવાનું જાણ કરાતા બિલ્ડીગોને નોટિસ અપાઇ હતી.
ત્યારબાદ પણ સર્વે ચાલુ રહ્યો હતો અને તેમાં અન્ય બિલ્ડીગોમા ંપણ નડરરૃપ હોવાનું રિપોર્ટમાં
જણાવાયું હતું. હાલમાં ૨૫થી વધુ પ્રોજેકટની 100થી વધુ બિલ્ડીંગ ફનલની ત્રીજ્યામાં આવતી
હોવાનું કહેવાય છે.

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ફનલના
છ કિલોમીટરના વેસુ તરફના રેસીડન્સીયલ પ્રોજેકટમાં 25 જેટલા  પ્રોજેક્ટમાં નડતરરૃપ બિલ્ડીંગોને 60 દિવસમાં તોડવા
નોટિસ આપી છે. જેથી અહી વસવાટ કરનારાઓ મુશ્કેલીમાં મુકાયા છે. અગાઉ નોટિસ મળી ત્યારે
આ બિલ્ડીંગોના ડેવલપરોએ તેમજ બિલ્ડર એસોસીએશને મ્યુનિ. તેમજ ગાંધીનગરમાં પણ રજૂઆતો
કરી હતી. તેમાં દસ્તાવેજો રજૂ કરી જણાવાયું હતું કે, એરપોર્ટ ઓથોરિટી દ્વારા આપવામાં
આવેલા એન.ઓ.સી.ની મર્યાદામાં આ બિલ્ડીંગોમા બાંધકામ કરવામા આવ્યું છે. આ ઉપરાંત મ્યુનિ.ના
ડીસીઆર મુજબ જ વિકાસ પરવાનગી અપાઇ છે.

<

p class=”12News” style=”text-align:justify;”>આ મુદ્દે એક આરટીઆઈ એક્ટીવિસ્ટે
કોર્ટમાં પીટીશન દાખલ કરી છે તે માટેની સુનાવણી પણ આગામી દિવસોમાં થશે. મ્યુનિ. દ્વારા
પણ આગામી દિવસોમાં એફીડેવિટ મુકવામાં આવશે. તે દરમિયાન જ એરપોર્ટ ઓથોરિટી દ્વારા બિલ્ડીંગોને
નોટીસ આપવાનું શરૃ કરાંતા વસવાટ કરનારાઓમા ગભરાટ ફેલાયો છે. જોકે, આ નોટીસમાં 60 દિવસમાં
બાંધકામ તોડવા સાથે જો વાંધો કે વિરોધ હોય તો સક્ષમ સત્તાધીશ સામે રજુઆત કરીને અપીલ
કરવાનો ઉલ્લેખ પણ કરાયો છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s